Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

પાકિસ્તાનમાં 13વર્ષીય ખ્રિસ્તી કિશોરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતા લોકોમાં રોષ

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)માં ધાર્મિક અત્યાચારની ઘટનાઓ ખુબજ વધી રહી છે. ત્યારે ફરી એક ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્ત કરવામાં આવતા રોષે ભરાયેલા લોકોએ કરાંચીમાં પ્રદર્શન કર્યું અને દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી.

            અનુમાન મુજબ પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધુ ખ્રિસ્તી અને હિંદુ મહિલાઓ-છોકરીઓના અપહરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવીને કોઇ મુસ્લિમ છોકરા સાથે નિકાહ કરાવી દેવામાં આવે છે. પીડિતોમાં મોટાભાગની ઉંમર 12 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોય છે.

(5:06 pm IST)