Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

દહીહંડીમાં બને એવો માનવ પિરામિડ જપાનમાં જિમ્નેસ્ટિકસમાં બનાવાય છે

ટોકીયો,તા.૩૧: મુંબઇમાં ગોવિંદાઓ જેમ એકબીજાના ખભે ચડીને ઉંચો પિરામિડ બનાવે છે એવું જ, પરંતુ થોડોક જુદો પિરામિડ જપાનમાં પણ બને છે. કુમિતાસો નામે ઓળખાતી આ પ્રકિયામાં માણસો ઉભા નહીં, પરંતુ ચાર પગે બેઠેલા હોય છે. મોટા ભાગે વિદ્યાર્થીઓને આ ગેમ રમાડવામાં આવે છે. ટીમવર્કનો પાઠ ભણાવવા અને સહનશકિતની કસોટી થાય એ માટે કુમિતાસો ટીનેજથી જ જિમ્નેસ્ટિક ફોમેશન રૂપે બનાવવામાં આવે છે. એમાં કેટલાક વિદ્યાર્થીઓ જમીન પર ચાર પગે એનિમલ પોઝમાં બેસી જાય છવે. એની ઉપર બીજા લેયરમાં વિદ્યાથીસ્ઓ પણ ચાર પગે ચડી જાય છે. એ પછી ત્રીજુ લેયર આવે. બધા જ થરમાં લોકો બેઠેલા હોય એટલે ચાર-પાંચ થર પછી પણ હાઇટ બહુ વધારે નથી હોતી, પરંતુ બેલેન્સ જાળવવાનું કામ બહુ અઘરુ હોય છે. સહેજ કોઇ એક વ્યકિતથી સંતુલન જાય તો પિરામિડ કડડભુસ પડી ભાંગે જો કે સ્કુલોમાં એમ પછી એક થરનો વધારો કરીને ૧૦ થર સુધીની કોમ્પિટિશન થવા લાગી હોવાથી પાટિસિપન્ટ્સમાં ઇજાનું પ્રમાણ વધી ગયું છે. આ જ કારણોસર હવે આ ગેમનો પેરન્ટ્સ દ્વારા જબરો વિરોધ થવા લાગ્યો છે.

(3:11 pm IST)