Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

દૂતાવાસમાં પ્રવેશતા જ ગળું દબાવ્યું અને પછી મૃતદેહના ટુકડા કરાયા :ખશોગી હત્યા મામલે તુર્કીનો ગંભીર આરોપ

તુર્કીએ સાઉદી અરબના પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે ગંભીર આરોપ લગાવ્યો કે ખશોગી જેવા ઇસ્તાંબુલના વાણિજ્ય દૂતાવાસમાં પ્રવેશ્યા તુરંત તેમનું ગળું દબાબી હત્યા કરવામાં આવી હતી.તુર્કી વકીલે જણાવ્યું કે હત્યા બાદ ખશોગીના શરીરના નાના-નાના ટૂકડા કરવામાં આવ્યા હતા

 ખશોગીને છેલ્લે તુર્કી સ્થિત સાઉદી વાણિજ્ય દૂતાવાસમાં પ્રવેશ કરતાં જોવામાં આવ્યા હતા. બે ઓક્ટોબરે ખશોગી ઇસ્તાંબુલના દુતાવાસમાંથી રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા હતા. સાઉદીએ આ વાતનો સ્વીકાર કર્યો કે ખશોગીની હત્યા કરવામાં આવી છે, પત્રકારની હત્યા બાદથી સાઉદી સરકારની આંતરરાષ્ટ્રીય સ્તરે આલોચના કરવામાં આવી રહી છે.
   સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે તુર્કીમાં હત્યા કરાયેલા સાઉદી પત્રકાર જમાલ ખશોગીના મામલે બુધવારે નિષ્પક્ષ તપાસની વાત કરતાં સાઉદી પ્રસાશને કહ્યું કે તે ઝડપથી જણાવવા આદેશ કર્યો કે પત્રકારનો મૃતદેહ ક્યાં છે તે જણાવે. આયોગના પ્રમુખ મિસેલ બેસલેટે કહ્યુ કે ખશોગીના માનવાધિકાર હનનની પૂર્ણ તપાસ અને ઘટનાની જવાબદારી નક્કી કરવામાં આવશે

  મિસેલે જણાવ્યું કે તુર્કી અને સાઉદી અરબ દ્વારા આ મામલાની તપાસ માટે લેવામાં આવેલા પગલાની પ્રશંસા કરતાં કહ્યું કે જાણકારી સામે આવી છે

તેનાથી એવું લાગી રહ્યું છે કે કોઇ ઉચ્ચ સ્તરીય અધિકારીઓનો હત્યામાં હાથ હોઇ શકે છે. આથી તપાસનું ઉચ્ચ સ્તર બનાવી રાખવું પડશે. અને જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે
   અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે સાઉદી અરેબિયાનું નામ સામે આવ્યા બાદ તેણે પરસ્પર વિરોધી નિવેદન આપ્યું હતું. સાઉદી સરકાર પર ખશોગીના મૃતદેહની જાણકારી આપવાનું પ્રેશર છે  અગાઉ સાઉદી અધિકારીઓએ કહ્યું હતું કે ખશોગી બે ઓક્ટોબરે વાણિજ્ય દુતાવાસથી બહાર આવ્યા હતા પરંતુ બાદમાં તેઓએ સ્વીકાર્યું કે એક ઝઘડામાં તેની હત્યા કરવામાં આવી હતી. જો કે આ દાવાથી વિવાધ વકર્યો હતો.

(12:39 am IST)