Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

આ સરળ ટ્રિકસ સાથે મેળવો, એથનિક વેઅર્સમાં ફયુઝન લૂક

વૉર્ડરોબમાં પડેલા એથનિક વેઅર્સને વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે ટીમઅપ કરીને મેળવી શકો છો ફ્યુઝન લૂક, જે લગ્ન પાર્ટી તેમજ ડેલી વેઅર્સમાં પણ સ્ટાઇલિંગ માટે બેસ્ટ છે.

ઇન્ડિયન વેઅર્સનું કલેકશન લગભગ દરેક છોકરીના વૉર્ડરોબમાં જોવા મળે છે પણ જ્યારે વાત લૂકસમાં વેરાઇટી લાવવા માટે કેવા એકસપરિમેન્ટ્સ કરવા એ સમજાતું નથી. તો જો તમે રેડી નથી તેવા ફેશન ટ્રેન્ડ ટ્રાય કરવા માટે તો એથનિક વેઅર્સને વેસ્ટર્ન વેઅર્સ સાથે પેર કરી શકો છો, જાણો એવા યૂનિક લૂકસ વિશે....

. જીન્સ સાથે પહેરો સ્લિટ કુર્તા : કુર્તાને જીન્સ સાથે પહેરવાનો ટ્રેન્ડ નવો નથી પણ એમાં એકસપરિમેન્ટ ટ્રાય કરી શકાય છે તો રિપ્ડ કે સ્કિની જીન્સ સાથે એક વાર એ લાઇન કે ફ્લેયર્ડ નહીં, પણ સ્લિટ કુર્તાને કરો મેચ. આ જોવામાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. શિફૉન કે જોર્જટના કુર્તા હોય તો લૂક વધુ સારૂ લાગશે, અને ફુટ વેઅર્સમાં હીલ્સ કેરી કરવી.

સાડીનો એક અલગ અંદાજ :

પહેલા જયાં સાડી ડ્રેપ કરવાના એક કે બે જ ઓપ્શન હતા, ત્યાં હવે જુદી જુદી રીતે ડ્રેપ કરી શકાય છે. સાડી સાથે તમે બેલ્ટ કેરી કરી શકો છો, તો બોલ્ડ લૂક માટે તમે સાડીને પેન્ટ સાથે ટીમઅપ કરી શકો છો. એટલું જ નહીં સાડી સાથે તમે બ્લાઉઝની જગ્યાએ ક્રોપ ટોપ, ડેનિમ જેકેટ કે પેપ્લમ ટોપ પહેરી શકાય છે. જેનાથી તમને એક ફ્યુઝન લૂક મળી જશે.

ધોતી સાથે કેરી કરો શ્રગ :

પુરુષોના વૉર્ડરોબમાંથી ધોતી કયારે મહિલાઓના વૉર્ડરોબમાં શિફટ થઈ ગઈ તેનો તો ખ્યાલ નથી પણ ત્યાં તે વધુ લોકપ્રિય બની. ધોતીને કુર્તા સિવાય, ક્રોપ ટોપ, એથનિક બ્લાઉઝ અને હવે લોન્ગ શ્રગ સાથે પણ પેર કરી શકાય છે. ઇન્ડો ફ્યુઝનવાળા લૂકને ખાસ અવસરો સિવાય તમે ડેલીવેરમાં પણ કેરી કરી શકો છો. સ્ટાઇલિશ અને સુંદર દેખાવા માટે ધોતી અને ટોપનો કલર એક અને શ્રગનો જુદો રાખવો.

(9:51 am IST)