Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ઇથોપિયામાં સૈન્ય હેલીકૉપટર દુર્ઘટનાનું શિકાર બનતા 18 મોતને ભેટ્યા

નવી દિલ્હી:ઇથોપિયામાં એરફોર્સનું એક હેલિકોપ્ટર ગુરૂવારે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું . આ ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ સહિત 18 નાં મોત થયા છે . ઇથિયોપિયા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર , ઇથિયોપિયા એરફોર્સના હેલિકોપ્ટરે ગુરૂવારે સવારે ડીરે ડાવા શહેરથી ઉડાણ ભરી હતી . આ હેલિકોપ્ટર દેશના ડેબ્રે સ્થિત મુખ્ય એરફોર્સ બેઝ પર પહોંચવાનું હતું . 

હેલિકોપ્ટર મુખ્ય એરપોર્ટથી 50 કિમી દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું . હેલિકોપ્ટરમાં 15 સૈન્ય ઓફિસર અને ત્રણ સામાન્ય નાગરિક હતા . આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે .

(5:33 pm IST)