Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ઓએમજી.....આ પાંચ વસ્તુ ખાવાથી થઈ શકે છે મૃત્યુ

નવી દિલ્હી: માનવતાના ઈતિહાસની વાત કરીએ તો, માણસે અલગ અલગ પ્રકારના જીવ જંતુઓ ખાઈને પોતાનું જીવન વ્યતિત કર્યુ છે. આજે પણ દુનિયાની અનેક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ ખાવા પિવાની વસ્તુઓ પર સંશોધન કરતી રહે છે. અલગ અલગ ધર્મો અને સમુદાયોમાં પણ ખાવાની વસ્તુઓના અલગ અલગ નિયમો બનાવ્યા છે. વિતેલા કેટલાય વર્ષોમાં વૈજ્ઞાનિકોએ વાત શોધી કાઢી છે કે, જેને ખાવાથી ગંભીર બિમાર તો ઠીક ઘણી વખત જીવ પણ ખોવાનો વારો આવે છે. અહીં પણ એવી પાંચ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. જે ખાવાથી દૂર રહેવુ જોઈએ.

         એક એવી માછલી છે, જેને સાઈનાઈડ ઝેરથી પણ વધારે ખતરનાક માનવામાં આવે છે. માછલીમાં ટેટ્રોડોટોક્સિન નામનું ઝેર હોય છે. તેના કારણે તે ખૂબ ઝડપી તરી શકે છે. આટલી ખતરનાક હોવા છતાં પણ માછલીમાંથી બનેલી ફુગુ ડિશ જાપાનમાં ખૂબ પ્રખ્યાત ચે. જાપાનમાં ફુગુ ડિશને મોટા ભાગે સૂપ સાથે પીરસવામાં આવે છે. જો કે, તેની ડિશ બનાવવા માટે કેટલાય વર્ષોની મહેનત બાદ તેને બનાવી શકાય છે. તેના માટે ખાસ ટ્રેનિંગની પણ જરૂરિયાત છે. રસોઈયા વર્ષોની મહેનત બાદ તેને બનાવી શકે છે. મુખ્ય વાત છે કે, જ્યાં સુધી માછલી ગ્રાહકો પાસે પહોંચે ત્યાં સુધીમાં તેના કાંટા, અંડાશય, લીવર અને આંતરડા સહિતને અલગ કરી દેવામાં આવે છે.

(6:12 pm IST)