Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

જમણા હાથથી જમણા કાન દ્વારા સ્માર્ટફોનનો યુઝ કરો છો? ચેતી જજોઃ મેમરી લોસ થઇ શકે

૧૨ થી ૧૭ વર્ષના ૭૦૦ વિદ્યાર્થીઓ ઉપર થયો અભ્યાસ

નવી દિલ્હી, તા.૩૧:આજના સ્માર્ટફોન યુગમાં લોકો અને ખાસ કરીને ટીનએજર્સ અને યંગસ્ટર્સ પોતાનો ઘણો બધો સમય સ્માર્ટફોન જોવા, વાત કરવા અને યૂઝ કરવામાં વિતાવે છે. સ્માર્ટફોનથી થતા નુકસાન એટલે કે સાઈડ ઈફેકટ્સને લઈને ભલે જ દુનિયાભરમાંથી તમામ રિસર્ચ અને આંકડા આવતા રહેતા હોય, પરંતુ તાજેતરમાં જ થયેલા એક નવા રિસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે, વધુ સમય સુધી સ્માર્ટફોનના સંપર્કમાં રહેતા ટીનેજર્સ અને યંગસ્ટર્સને મેમરી લોસની સમસ્યા કે બીમારી થઈ શકે છે. આ નવી શોધ અંગે ડેલીમેલના અહેવાલ મુજબ, તેમાં સૌથી વધુ ખતરો એ લોકો માટે છે જે રાઈટ હેન્ડેડ છે, એટલે કે જમણા હાથ અને જમણા કાન દ્વારા સ્માર્ટફોન વધુ યૂઝ કરે છે.

એન્ડ્રોઈડ હેડલાઈન્સ મુજબ, સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ ટ્રોપિકલ એન્ડ પબ્લિક હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા લગભગ ૭૦૦ ટીનેજર્સ પર કરાયેલા રિસર્ચમાં એક નવી હકીકત સામે આવી છે. આ રિસર્ચમાં ૧૨દ્મક ૧૭ વર્ષ સુધીના સ્કૂલ સ્ટૂડન્ટ્સ સામેલ કરાયા હતા. રિસર્ચ દરમિયાન એ પરિણામ સામે આવ્યા કે, સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયેશનથી નાની ઉંમરના લોકો એટલે કે ટીનેજર્સ અને યંગસ્ટર્સનું મેમરી પરફોર્મન્સ એટલે કે યાદ રાખવાની ક્ષમતાને મોટું નુકસાન પહોંચી શકે છે.

રિસર્ચ મુજબ, આમ તો સ્માર્ટફોનનું રેડિએશન બધા લોકોની મેમરી પર અસર કરે છે, પરંતુ રાઈટ હેન્ડ લોકો એટલે કે જે લોકો સ્માર્ટફોન જમણા હાથ કે જમણા કાન દ્વારા યૂઝ કરે છે, તેમની મેમરી પર તેના રેડિએશનની વધારે ખરાબ અસર પડે છે. તેની પાછળનું કારણ એ છે કે, મગજના જમા ભાગમાં જ જ્જ્ઞ્િં્યર્શ્વીશ્ર મેમરી હોય છે, જે આપણને ખાસ કરીને તસવીરો, પેટર્ન અને શેપ્સને ઓળખવાની અને સમજવાની ક્ષમતા આપે છે. એટલે, સ્માર્ટફોનનું આ રેડિએશન તેમની ફિગરલ મેમરીને સૌથી વધુ ખરાબ કરી શકે છે.

આ રિસર્ચ દરમિયાન બધા બાળકો, કે જે સ્માર્ટફોનનો સારો એવો યૂઝ કરતા હતા, તેમને એક પ્રશ્ન પત્ર સોલ્વ કરવાનું હતું અને તે પછી તરત જ તેમને એક કોમ્પ્યુટરાઈઝડ લોજિકલ ટેસ્ટ આપવાની હતી. આ ટેસ્ટના આધારે આ પરિણામ મળ્યા છે.

(3:48 pm IST)