Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

થાઇલેન્ડમાં મગરના અટેકમાં કેરટેકરનો હાથ માંડ બચ્ચો

બેંગ્કોક, તા.૩૧: થાઇલેન્ડના ચિઆન્ગ રાઇ વિસ્તારમાં ક્રોકોડાઇલ ફાર્મ એન્ડ ઝૂઆવેલું છે જ્યાં મગરને રાખવામાં આવે છે અને એનું સંવર્ધન થાય છે. લોકો આ ફાર્મમાં મગર જોવા આવતા હોવાથી મગરના કેરટેકરો દ્વારા વિવિધ શો રાખવામાં આવે છે. રવિવારે આ ફાર્મમાં એક શો વખતે ૪૫ વર્ષનો તાઓ નામનો એક કેરટેકર મગરના મોંમા હાથ નાખવાનો અને દાંત સાફ કરવાનો સ્ટન્ટ આશરે ૧૦૦ લોકો સામે કરી રહ્યો હતો. એ સમયે લાઇટ મ્યુઝિક પણ વાગી રહ્યું હતું. તાઓનો હાથ જયારે મગરના મોંમાં હતો ત્યારે એકાએક મગરના મોંમા હતો ત્યારે એકાએક મગરે મોં બંધ કરી દેતાં તાઓનો હાથ મગરના મોં બંધ કરી દેતાં તાઓનો હાથ મગરના દાંત વચ્ચે ભિડાઇ ગયો હતો. જોકે તાઓએ પણ ચીલઝડપ બતાવીને તાત્કાલિક તેનો હાથ મોંમાંથી બહાર કાઢી લીધો હતો. જોકે તેના હાથ પર મગરના દાંતનાં નિશાન પડી ગયાં હતાં અને ખાસું બ્લીડિંગ પણ થયું હતું. આ ઘટના નજરે જોનારા બાળકો ગભરાઇ ગયાં હતાં.

(3:31 pm IST)