Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બાળકને દાંત આવે ત્યારે ઝાડા થાય છે?

નવજાત શીશુ બહુ કોમળ હોય છે. તે જન્મે ત્યારે બહુ નાજુક હોય છે. જન્મ બાદ તેના શરીરના બધા અંગોનો વિકાસ થવા લાગે છે. તે દરમિયાન નાના બાળકને અનેક નાની-મોટી સમસ્યાઓ થાય છે, જેમકે દાંત આવવા. દાંત આવે ત્યારે બાળકને અનેક સમસ્યાઓ થાય છે. તો જાણી લો તેના માટેની અમુક ટીપ્સ.

 દાંત આવે ત્યારે ઝાડા થતા હોય તો જાવંત્રીને તાવડી પર શેકી પાવડર કરી મધ સાથે માતાના દુધમાં આપવાથી ઝાડા મટે છે.

  દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો મકાઈના ડોડામાંથી દાણા કાઢી લીધા પછીના મકાઈના ડોડાને બાળીને તેની ભૂંકી પાણી કે છાશમાં પાવાથી ઝાડા મટે છે.

 તુલસીના પાનનો રસ મધમાં મિકસ કરીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી આવે છે.

 તાંજળીયાનો રસ એક ચમચી ધાવણા બાળકને પાવાથી કબજીયાત મટે છે. બાળકને વધુ સમસ્યા હોય તો ડૉકટરની સલાહ લેવી.

(9:54 am IST)