Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અંકુરીત ચણાથી મેળવો સ્વાસ્થ્યની સાથે સુંદરતા

ચણા અંકુરીત કરીને ખાવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે. અંકુરીત (ફણગાવેલા) ચણામાં પ્રોટીન, વિટામીન અને કાર્બોહાઈડ્રેટ ભરપુર માત્રામાં હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

જે લોકો વધારે કામ કરે છે, તેની ઉર્જા વધારે વપરાય છે. તેને કાળા ચણા છાલ સહિત ખાવા જોઈએ.

ચણાની દાળને રાત્રે અડધા કપ દૂધમાં પલાળો. અને સવારે  દાળને તે જ દૂધમાં પીસી લો. હવે તે પેસ્ટમાં એક ચમચી હળદર અને ૬ ટીપા લીંબુના મિકસ કરી ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. અઠવાઠીયામાં ત્રણ વાર આ પ્રયોગ કરવાથી ચહેરા પરની દાઝ (કાળા ધાબા) દૂર થશે.

જો તમે સફેદ ડાઘથી હેરાન છો તો એક ચમચી કાળા ચણા અને ૧૦ ગ્રામ ત્રિફલા પાવડર, હરડ, બહેડા અને આમળાને પાણીમાં પલાળી રાખી દો અને ૧૦ કલાક બાદ કપડામાં બાંધીને રાખો અને વધેલુ પાણી પોટલી ઉપર નાખો.  અંકુરીત ચણાનું ઓછામાં ઓછા એક અઠવાડીયા સુધી સેવન કરો. સફેદ ડાઘની સમસ્યા દૂર થઈ જશે.

એક વાતનું ખાસ ધ્યાન રાખવુ કે સવારે ખાલી પેટે ચણાનું સુવન કર્યા બાદ અથાણુ અને કારેલાનું જ્યુસ ન પીવુ. તેનાથી શરીરને ગંભીર બીમારી થઈ શકે છે.

(9:52 am IST)