Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

હૃદયને તંદુરસ્ત રાખવા ઝડપથી ચાલો

હૃદયના દર્દી માટે શ્રેષ્ઠ કસરત છે 'સ્પીડ વોક'

આજના આ યુગમાં લોકોનું શરીર બીમારીઓનું ઘર બની ગયું છે. દરેક વ્યકિત કોઈ ને કોઈ બીમારીઓથી પીડાતો હોય છે. આ બીમારીઓમાંથી જ એક છે હૃદયસંબંધી રોગ. જો તમે પણ હૃદયના દર્દી છો તો તમારે કરવુ જોઈએ 'સ્પીડ વોક'. તેનાથી તમારૂ હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.

થોડા સમય પહેલા થયેલ એક રિસર્ચ અનુસાર, તમારા ચાલવાની ગતિ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. ખાસ કરીને હૃદયના દર્દી માટે આ એક સારી એવી કસરત છે. એટલુ જ નહિં ઝડપથી ચાલવાથી હોસ્પિટલમાં ભરતી થવાનું અને ત્યાં લાંબો સમય રહેવાની સ્થિતી આવવાનું જોખમ ઓછુ રહે છે. તેથી જો તમે પણ હૃદયના દર્દી છો તો તમે આજથી જ ઝડપથી ચાલવાનું શરૂ કરો.

(9:52 am IST)