Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

આ છોકરીના પેટની અંદર આવેલા છે બે હાથ

હવે વેરોનિકાની સર્જરી કરવામાં આવશે જેના માટે સરકાર અને ગ્રામજનો તેની મદદ કરી રહ્યા છે

નવી દિલ્હી તા. ૩૧ : ફિલિપાઈન્સની રહેવાસી ૧૪ વર્ષની વેરોનિકાનો જયારે જન્મ થયો ત્યારે તેનું શરીર જોઈને ડોકટર્સને પણ આશ્ચર્ય થયું હતું. આ પાછળનું કારણ તેના પેટ સાથે જોડાયેલા બે અર્ધવિકસિત હાથ અને આંગળીઓ હતી. આ અંગ તે બાળકના હતાં જે તેની માની કૂખમાં ઉછરી રહ્યું હતું પરંતુ તે પૂરી રીતે વિકસીત ન થયું અને તેના શરીરના કેટલાક અંગ વેરોનિકાના શરીરનો ભાગ બની ગયાં. ત્યારથી જ તે પોતાની જિંદગી આવી રીતે જીવે છે.

હવે વેરોનિકાની સર્જરી કરવામાં આવશે. જેના માટે સરકાર અને ગ્રામજનો તેની મદદ કરી રહ્યાં છે. વેરોનિકા ફિલીપાઈન્સના ઈલિગન શહેરમાં રહે છે. તે શરીરના અન્ય ભાગોની જેમ જ વધારાના ભાગનું પણ ધ્યાન રાખે છે. તે એકસ્ટ્રા હાથમાં આવતાં નખને કાપે પણ છે. જોકે, તે એક નોર્મલ જિંદગી જીવવા ઈચ્છે છે. સ્થાનીક લોકોની મદદથી હવે વેરોનિકાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ ઓપરેશન માટે તે થાઈલેન્ડમાં જશે.

વેરોનિકા પોતાના શરીર વિશે જણાવે છે કે જયારે તે નાની હતી ત્યારે તેને લાગતું હતું કે તેનો વધારાનો ભાગ માત્ર પગ છે. પરંતુ જયારે તે મોટી થઈ ત્યારે તેને લાગ્યું કે બીજુ પણ કશુંક છે. જે મોટું થતું જાય છે. આ ભાગ ખૂબ જ ભારે છે. જેને કારણે ખૂબ જ મુશ્કેલીઓ થાય છે. તે પોતાની સર્જરીની રાહ જોઈ રહી છે. જે ટૂંક જ સમયમાં થશે.

વેરોનિકાની મા ફલોરાએ જણાવ્યું હતું કે તેમના પરિવારમાં જુડવા બાળકોનો ઈતિહાસ રહ્યો છે. જયારે વેરોનિકાનો જન્મ થવાનો હતો ત્યારે તેણે જુડવા બાળકોની આશા રાખી હતી. બન્નેના નામ પણ વિચારી રાખ્યાં હતાં. જોકે, દુર્ભાગ્યવશ, વેરોનિકાનો ભાઈ/બહેન પૂરી રીતે વિકસિત થઈ શકયો નહિ.

ફિલિપાઈન્સ ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરના પેડિયાટ્રિક સર્જન ડો.બેડા એસ્પિનેડા જણાવે છે કે આવા મામલામાં સરળતાથી મોટાભાગના ભાગને હટાવવામાં આવે છે. કારણકે સામાન્ય રીતે શરીરની સંરચનામાં આવા ભાગ બાધારુપ બને છે. મોટાભાગે હાડકાઓ અને ચામડી સાથે જોડાયેલા હોય છે. જે દૂર કરવું સરળ હોય છે.(૨૧.૩)

(9:55 am IST)