Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

ફિલિપીન્સમાં સ્ટુડન્ટ્સ ૧૦ રોપા વાવશે તો જ તેમને મળશે ગ્રેજયુએશનની ડિગ્રી

પર્યાવરણની બાબતમાં ફિલિપીન્સની હાલત બહુ જ ખરાબ છે. અહીં જંગલનું પ્રમાણ ૭૦ ટકાથી ઘટીને માત્ર ર૦ ટકા જેટલું રહ્યું છે. હવે સરકાર ફરીથી દેશને હરિયાળો બનાવવા માટે કમર કસી રહી છે. નવી પેઢી પર્યાવરણ બાબતે જાગરૂક બને એ માટે સરકારે નવો કાયદો બનાવ્યો છે. હવે ગ્રેજયુએશન પુરૃં કરતી વખતે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછાં ૧૦ વૃક્ષો વાવ્યાં હોય એને કમ્પલસરી કરી નાખ્યું છે. હાલની સ્થાનિક સરકારનું માનવું છે કે આ પ્રકારની નીતિને કારણે એક પેઢી દ્વારા લગભગ પરપ અબજ વૃક્ષો વાવામાં આવશે. જેટલા રોપા વાવવામાં આવે છે. એમાંથી માત્ર ૧૦ ટકા જ જીવિત રહેતા હોય છે એટલે આગલી પેઢીને પર.પ કરોડ વૃક્ષો તો વારસામાં મળશે જ. દર વર્ષે અહીં પાંચ લાખ ગ્રેજયુએટ્સ બહાર પડે છે.

(3:20 pm IST)