Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

માનસિક આરોગ્ય માટે હાનિકારક ૧૨ કુટેવોઃ તેનાથી બચવાના ઉપાયો

ડીપ્રેશન મોટાભાગે આપણા કંટ્રોલ બહારના ફેકટરોથી આવતુ હોય છે. જેમ કે આપણા કોઈ સ્નેહીનું મરણ, નોકરી ગુમાવવી, આર્થિક મુશ્કેલીઓ વગેરે બાબતો. પણ તમારા ધ્યાનમાં ન આવતી હોય તેવી ઝીણી ઝીણી બાબતો પણ ડીપ્રેશન લાવવામાં કારણભૂત થતી હોય છે. તમારી સોશ્યલ મીડીયાની ટેવ, કસરત, તમારી ચાલવાની પદ્ધતિ વગેરે પણ તમારી ખુશીનો મુડ ઓછો કરી શકે છે અને તેની તમને ખબર પણ નથી મળતી. સદભાગ્યે, આપણે તેમા ફેરફાર કરીને ડીપ્રેશનથી બચી શકીએ છીએ. તમારા સારા મુડને નુકશાનકર્તા એવી ૧૨ કુટેવો અહી આપી છે અને તેનાથી બચવા માટે શું કરવું ? તે પણ જણાવ્યુ છે.

- ઢીલુ ઢીલુ ચાલવું

આપણો મુડ કેવો છે તે પ્રમાણે આપણી ચાલ હોય છે, પણ તેનાથી ઉંધુ પણ બનતુ હોય છે. જર્નલ ઓફ બીહેવીયર થેરાપી એન્ડ એક્ષપેરીમેન્ટલ સાઈકીઆટ્રીમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસનું તારણ છે કે ઢીલુ ઢીલુ ચાલનાર, ખભા ઢળતા રાખીને ચાલનાર અને હાથનુ ઓછામાં ઓછું હલન ચલન કરીને ચાલતા લોકોનો મુડ ખરાબ થાય છે. આવી રીતે ચાલનારા લોકો સારી વસ્તુને બદલે ખરાબ ચીજોને વધારે યાદ કરે છે.

તો ખુશ રહેવા માટે માથુ ઉંચુ રાખી, ખભા ટટ્ટાર રાખીને હાથને વધુમાં વધુ હલન ચલન મળે તે રીતે ચાલો.

- દરેક વસ્તુના ફોટા પાડવા

સાયકોલોજીકલ સાયન્સમાં પ્રગટ થયેલા એક અભ્યાસ અનુસાર કોઈપણ જગ્યાએ ફરવા કે મુલાકાતે ગયા હોય ત્યારે વારંવાર ફોટા પાડતા હોય તે લોકો નીરખીને જોનારા લોકો જેટલુ તે વસ્તુને યાદ નથી રાખી શકતા. પછી જ્યારે તે ફોટોગ્રાફ જુએ ત્યારે તેના વિષે યાદ નથી આવતુ એટલે ગુંચવાય છે.

એટલે જ્યારે પણ તમે ફરવા જાઓ ત્યારે પહેલા તો જે તે જગ્યાનો આનંદ માણો અને ધ્યાનપૂર્વક જોયેલી ચીજોના ફોટા પાડો જેથી ભવિષ્યમાં તમે તે જુઓ ત્યારે યાદ રહે.

- દમદાટીથી ગભરાવુ

તમે સ્કૂલ થોડો એટલે ડારો મળતો બંધ નથી થઈ જતો. અમેરિકાના ૩૫ ટકા કામદારોને તેમની નોકરી દરમ્યાન કયારેકને કયારેક દમદાટીનો સામનો કરવો જ પડે છે. કામની જગ્યાએ ખોટી રીતે દમદાટી અને માનભંગનો અહેસાસ ડીપ્રેશન ઉભુ કરે છે.

જ્યારે પણ કામની જગ્યાએ આવુ વાતાવરણ ઉભુ થાય ત્યારે પહેલા તમારા ડોકટરની સલાહ લો અને ત્યાર બાદ તેમના રિપોર્ટના આધારે તમારા ઓર્ગેનાઈઝેશનમાં રજુઆત કરો.

- કસરત ન કરવી

જમા સાઈકીઆટ્રીમાં પ્રગટ થયેલા એક અભ્યાસ અનુસાર કસરત અને ડીપ્રેશનને પારસ્પરિક સંબંધ છે. આ અભ્યાસમાં જાણવા મળ્યુ હતુ કે જે લોકો ડીપ્રેશનમાં હતા તેઓ ઓછી શારીરિક પ્રવૃતિ કરતા હતા. જ્યારે જેઓ કસરત કરતા હતા તેઓમાં ડીપ્રેશનની સમસ્યા ઓછી જોવા મળી હતી. જ્યારે પણ તમે કોઈ શારીરિક પ્રવૃતિ કરો છો ત્યારે ડીપ્રેશનનુ જોખમ ૬ ટકા ઘટે છે.

તો કસરત કરો, તે ન કરી શકો તો ચાલો અને તે પણ શકય ન હોય તો સીડીઓ ચડ-ઉતર કરો.

- મુલતવી રાખવું

તમે જ્યારે કોઈ કામ કરવાનુ ટાળો છો અથવા મુલતવી રાખો છો ત્યારે ડીપ્રેશનમાં વધારો થવાની શકયતા રહે છે કેમ કે તે વારંવાર યાદ આવે છે અને પછી ચિંતા ઉભી થાય છે.

તો કામને ટાળવા કરતા તેનાથી કંટાળો ત્યારે સંગીત સાંભળીને, થોડું ચાલીને તેના વાતાવરણમાંથી બહાર આવો અને હળવા ફુલ થઇને કામ પુરૂ કરો.

 - ટોકસીક રીવેશનશીપ

બીઓનાર્ડ નામના માનસ શાસ્ત્રી કહે છે કે મારે એવા ઘણા પેશન્ટ છે જે ડીપ્રેશનથી પીડાય છે અને તેમને ખબર નથી કે તેમના દર્દનું મુખ્ય કારણ ટોક્ષીક રીલેશનશીપ છે. જયારે તેમના સાથીદાર તેમને કહે કે તમે આ કામ માટે આયોગ્ય છો અથવા તમે સ્વાર્થી છો વગેરે જાતના વાકબાણો વારંવાર કહેવાય ત્યારે તેમનું આત્મ સન્માન ઘવાય છે અને ડીપ્રેશન ઉભુ થાય છે.

જો તમને લાગતું હોય કે કામની જગ્યાએ અથવા ઘરમાં તમામ જોડીદાર આવું કરે છે તો બીજી કોઇ વ્યકિત અથવા સગાની મદદ લઇને તમારા જોડીદારને સમજાવો.

- ગંભીર રહેવું

સદા ગંભીર રહેતા લોકો ઝડપથી ડીપ્રેશનના શિકાર બની શકે છે. લીબોનાર્ડ કહે છે કે હાસ્ય એ ડીપ્રેશનની સૌથી ઝડપી અને અકસીર દવા છે.

તો હાસ્યને લગતા પ્રોગામો, ટીવી ચેનલો જુઓ અને મિત્રો સાથે ગપસપમાંથી હાસ્ય ઉત્પન્ન કરો.

- ઓછું સુવું

બેસ્ટીર યુનિવર્સિટીના હેલ્થ સાયકોલોજીના પ્રોફેસર ડીએદ્રા એલ કલે કહે છે કે ઉંઘની અસર દરેક વસ્તુ પર થાય છે. ઉંઘ એ આપણા શરીરમાં શકિત ઉત્પન્ન કરવા માટે જરૂરી છે અને તે જો પુરતા પ્રમાણમાં ન મળે તો આપુ શરીરની કાર્ય પધ્ધતિ ડહોળાય છે.

ઉંઘ ન આવવાના કારણે જાણીને તેનું નિવારણ કરીને પુરતી ઉંઘ લો.

- કયારેય એકલા ન પડવું

- બાળકો, કામ, સમારંભો અને અન્ય પ્રવૃતિઓમાંથી પોતાની જાત માટે આપણે સમય નથી કાઢી શકતાં. લીઓનાર્ડ કહે છે કે તમારી જાત સાથે વાત કરવા ૧૦ મીનીટ તો ૧૦ મીનીટ પણ સમય ફાળવો.

- કોઇ સાથે વાત ન કરવી

તમે ફોનમાં ટેક્ષ અથવા મેસેજ દ્વારા ભલે તમારા સ્નેહીઓ મિત્રો સાથે સંપર્કમાં રહેતા હો પણ તેનો કોઇ અર્થ નથી. બીહેવીઅરલ સાયન્સમાંથી પીએચ.ડી. થયેલ મેન્ટેલ કહે છે કે ફોનથી મેસેજ અથવા કોલ કરવાથી સંપર્કમાં તો રહી શકાય છે પણ આપણે સામ સામે બેસી ને વાત કરવાની શકિત ગુમાવી બેસીએ છીએ.

કલે કહે છે કે યાદ રાખો કે આપણા ઇલેકટ્રોનીક ફોલોઅર કેટલાય છે તે મહત્વનું નથી પણ મિત્રો કેટલા છે તે મહત્વ પૂર્ણ છે.   માટે અઠવાડીયે એક વખત કોઇ મિત્ર સાથે મળવાનું ગોઠવો.

- મોબાઇલ ફોન રેઢો ન મુકવો

કલે કહે છે તમે છેલ્લે ઇલેકટ્રોનિક ડિવાઇસ વગરનો સમય કયારે ગાળ્યો હતો તે યાદ છે. જો તે યાદ ન આવતું હોય તો તે સારી નિશાની નથી. ડીપ્રેશન ઉભુ કરવામાં મોબાઇલ પણ મહત્વનો ભાગ ભજવે છે.

અઠવાડીયામાં એક દિવસ અથવા અર્ધો દિવસ મોબાઇલને સંપૂર્ણ પણે ત્યાગો

- એક સાથે વધારે કામ  (મલ્ટી ટાસ્કીંગ)

આપણે બધા આવું કરતા જ જોઇએ છીએ, જમતા જમતા ટી. વી. જોવું, ટીવી જોતા જોતા ફોન મંતરવો આ બધુ જ મલ્ટી ટાસ્કીંગમાં આવે છે. અભ્યાસમાં જણાવાયું છે કે ઘણા લોકો એવું માને છે. કે આમ કરીને વધુ પ્રોડકટીવ બનીએ છીએ પણ ખરેખર તેવું નથી. આમ કરવાની આપણામાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે અને આપણે યોગ્ય રીતે વાતીચત થી કરી શકતાં.

તમારા માનસીક આરોગ્ય માટે ફકત આટલું જ કરોઃ તમારા ફોનને એક બાજુ મુકો, ટીવી બંધ કરો અને તમારી આજુ બાજુ જે થઇ રહ્યું છે તેના પર રસપૂર્વક ધ્યાન આપો.

(11:45 am IST)