Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

પાકિસ્તાનમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ એક સાથે 20 લોકોને એકજ લોકઅપમાં બંધ કરવામાં આવ્યા.......

નવી દિલ્હી:  પાકિસ્તાનમાં પણ કોરોના સંક્રમણ વધતાં તંત્ર કડક બન્યું છે. પાકિસ્તાનમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ એક સાથે 20 લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરનાર 20 લોકોને એક લોકઅપમાં ઘેંટાબકરાની જેમ ભરીને પોલીસે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના એક શહેર ફાલિયામાં, લગભગ 20 લોકોને કોરોના વાયરસ અંગે એસઓપી એટલે કે સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તમને જાણીને એમ થશે કે આમાં શું મોટી વાત, તો સારી વાત છે. ના, પરંતુ વાત હવે શરુ થાય છે. રસપ્રદ વાત છે કે લોકોને જેલમાં તો ધકેલી દીધા.

           પરંતુ દરેકને જેલની એક કોઠરીમાં બંધ કરી દેવામાં આવ્યા. લોકો પણ મનમાં વિચારતા હશે, કે શું બહાર સામાજિક અંતર વગર ભેગા થવું ગુનો છે, કે તંત્રની હાજરી વગર ભેગા થવું ગુનો છે. કેમ કે અહિયાં તો તંત્રએ ખુદ બધાને એકસામટા ભરી દીધા છે. ફોટો પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે ટ્વીટ કર્યો હતો.

(6:27 pm IST)