Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

જ્યારે પાણીમાં શાહી મળે, તો સર્જાય આવી આકૃતિઓ

પેઇન્ટિંગની ટેકિનકસની વાત કરીએ તો શાહીનો ઉપયોગ તો સમજાય પણ પાણીનું શું કરવાનું એ સમજવું થોડુંક અદ્યરું છે. જોકે ફ્રેન્ચ આર્ટિસ્ટ ડેવિડ બાયો છેલ્લાં ત્રણ વર્ષથી શાહી અને પાણીને મેળવીને અનોખા પેઇન્ટિંગ્સ કરે છે. પાણીમાં ઇન્ક એ રીતે નાખવી કે જેથી એ એટલી જ સ્પ્રેડ થાય કે એનાથી તમને જોઈએ છે એવી આકૃતિ નિર્માણ પામે એ એક કપરી કળા છે. ડેવિડે પહેલાં વોટર કલરની સાથે આ ટેકિનકની પ્રેકિટસ કરી પણ પછી તેમને એમાં હથોટી આવી જતાં શાહી વાપરવાની શરૂ કરી. વોટર આર્ટ તરીકે જાણીતી ડેવિડની આ કળાના ફાઇનલ પીસ જોવા કરતાં એ કળાનું સર્જન થઇ રહ્યું હોય એવા વિડિયો આજકાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.

(4:13 pm IST)