Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

તમારી ઉંઘનું એનેલિસિસ કરશે કાંડા પર પહેરેલું એકિટમીટર

લંડન તા. ૩૦: વ્યકિતની ઊંઘની વાસ્તવિક સ્થિતિનો કયાસ કાઢવાનું સાધન જર્મની શહેરની લુડવિગ મેકસમિલન યુનિવર્સિટી ઓફ મ્યુનિકના સંશોધકોએ વિકસાવ્યું છે. કાંડા પર પહેરી શકાય એવું એ સાધન વ્યકિત જાગતી હોય ત્યારની અને ઊંઘતી હોય ત્યારની રેસ્ટ/એકિટવિટી સાઇકલ્સનું મૂલ્યાંકન કરે છે. ઊંઘ સંબંધી નિરીક્ષણ અને વિશ્લેષણ માટે અગાઉ અનેક સાધનો વપરાયાં છે, પરંતુ એકિટમીટરની પદ્ધતિ સરળ અને પારદર્શક હોવાનો તેમ જ લોન્ચ ટર્મ રેકોર્ડિંગ્સ માટે ઉપયોગી હોવાનો દાવો સંશોધકો કરે છે.

સંશોધકોએ વ્યાપક સંખ્યામાં પ્રશ્નોની યાદી મોકલીને એના જવાબો દ્વારા કેટલો વખત અને કેવી ઊંઘ આવે છે એની વિગતો મેળવી હતી. ત્યાર પછી એટલી જ મોટી સંખ્યામાં લોકોની ઉંઘનાં લક્ષણોનો તાગ મેળવ્યો હતો. એકિટમીટર દ્વારા આઠ વર્ષથી ૯ર વર્ષ સુધીની ઉંમરના પ૭૪ લોકોનો ર૦,૦૦૦ કરતાં વધારે દિવસોનો ડેટા મેળવવામાં આવ્યો હતો.

(3:43 pm IST)