Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

બ્રિટનમાં ડાયના વાવાઝોડાને કારણે પૂરની સ્થિતિ : મોટાભાગની ટ્રેનો રદ કરાઈ :અનેક ફ્લાઈટ્સ મોડી

40,000થી વધુ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો

બ્રિટનમાં ડાયના વાવાઝોડાંના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. બ્રિટનના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે, મોટાંભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે અને ફ્લાઇટ્સ મોડી પડી હતી.   વાવાઝોડાંના કારણે હાલ 128 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.હવામાન વિભાગે આજે 'જીવલેણ' વાવાઝોડાંની ચેતવણી જાહેર કરી છે.

40,000થી વધુ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને વરસાદના કારણે રસ્તાઓ પર વાહનો ચલાવવા પણ મુશ્કેલ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાંની અસર આ સપ્તાહના અંત સુધી રહેશે

(11:27 pm IST)