Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

જાયન્ય બળદ પછી હવે આવી ગયો છે ત્રણ કુટનો કદાવર મરઘો

લંડન, તા.૩૦: ગઇ કાલે આપણે ઓસ્ટ્રલિયામાં ઊછરી રહેલા ૧૪૦૦ કિલોના નીકર્સ નામના જાયન્ટ બળદ વિશે જોયું. એ પછી યુરોપિયન દેશ કોસોવોના ખેતરમાં ઊછરી રહેલા કદાવર મરધાનો કિસ્સો બહાર આવ્યો છે. કોસોવો દેશના એક ખેતરમાં મેરકલી નામનો બ્રહ્મા ચિકન પ્રજાતિનો મરધો છે. આ પ્રજાતિનાં કદ જાયન્ટ હોય છે, પરંતુ મેરકલીનું કદએ જ બ્રીડની એવરેજ બે મરધીઓ જેટલું છે. લગભગ ત્રણ ફુટ જેટલી હાઇટ અને ૭.૭ કિલો વજન ધરાવતા આ મરધાભાઇએ મરધીઓ થકી એમનો પરિવાર બહોળો વધાર્યો છે.

(3:49 pm IST)