Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે બ્લેક ટી

મહિલાઓ માટે બ્લેક ટી ખૂબ જ ફાયદાકારક હોય છે. મહિલાઓના શરીરની બનાવટ અને હાર્મોન પુરૂષોના શરીરથી અલગ હોવાના કારણે તેની ક્રિયાઓમાં ઘણો ફરક પડે છે. મહિલાઓમાં સામાન્ય રીતે કેટલીય અલગ જ બિમારીઓ હોય છે.

મહિલાઓને કેટલાય પ્રકારના કેન્સર થાય છે. જેમકે, સ્તન કેન્સર, બાળકની કોથરીનું કેન્સર, માસિક ધર્મ દરમિયાન અથવા બાદમાં થતી અનેક સમસ્યાઓ જેવા રોગો પર કાબુ મેળવવા માટે બ્લેક ટી ખૂબ જ ફાયદાકારક હોય છે.

બ્લેક ટી હૃદયમાં રકત જામવા દેતી નથી અને હૃદય બ્લડ સર્કુલેશનને બેલેન્સ રાખે છે. તેનાથી હાર્ટ એટેક જેવી બિમારીઓથી બચી શકાય છે.

(11:27 am IST)