Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભુતના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ

ભૂત છે કે નથી? ઘણા લોકો ભૂતનું નામ સાંભળીને થરથર કાંપવા લાગે છે. છતાં ભૂત ખરેખર શું છે? તે વસ્તુ છે કે પછી કોઈ બળ છે? શું તે સામાન્ય માણસને દેખાય છે? ભૂત વિશે આવા  ઘણા પ્રશ્નો અવાર નવાર પૂછવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક હોસ્પિટલનો આ વીડિયો હાલમાં સોશિયલ વેબસાઇટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

હરિયાણા રાજયમાં મેડિકલ કોલેજ હોસ્પિટલ સંકુલમાં વ્હીલચેરમાં જે થયું એણે સૌ કોઈનું ધ્યાન તેના તરફ આકર્ષિત કર્યું. આ વીડિયો હોસ્પિટલનાં સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જયારે આ દ્યટના બની ત્યારે કોઈ હોસ્પિટલ પરિસરમાં હાજર નહોતું. પરંતુ હોસ્પિટલના પરિસરમાં સિકયુરિટી વ્હીલ આ રીતે ચાલતી જોવા મળી હતી.

લાખો લોકો આ વીડિયો જોઈને ચકિત રહી ગયા. તમે કાયદેસર જોઈ શકો છો કે એક ચેર ઓટોમેટિક ચાલે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકોની રાડ ફાટી ગઈ છે કે ખરેખર આવું કઈ રીતે બની શકે. આ વીડિયો પાછળ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ હાલમાં વીડિયોને લઈ ભારે હંગામો થઈ રહ્યો છે.

(9:49 am IST)