Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સાઉદીમાં ચુસ્ત કપડા પહેરનાર કે જાહેરમાં કિસ કરનારને દંડ ફટકારાશે

વિદેશી પ્રવાસીઓને વિઝાની ઘોષણાના એક દિવસ બાદ આકરા નિયમો લાગુ

રિયાધ, તા.૩૦: સાઉદી અરેબિયાની સરકારે પ્રવાસીઓ અને પોતાના નાગરિકો માટે કેટલાક આકરા નિયમોનું એલાન કર્યુ છે. જાહેર સ્થળોએ અભદ્ર વ્યવહાર કરનારા લોકો પર દંડ લગાવાશે. ચુસ્ત વસ્ત્રો પહેરનારા લોકો કે જાહેરમાં કિસ કરનારને દંડ ફટકારાશે. આ ઘોષણા વિદેશી પ્રવાસીઓ માટે વિઝા આપવાની જાહેરાતના એક દિવસ પછી કરાઈ છે.

ઈસ્લામિક દેશે પ્રથમવાર વિદેશી પ્રવાસીઓ માટે વિઝા જારી કરવાનું શરૂ કર્યુ છે. પેટ્રોલિયમ માર્કેટમાં મંદીનો સામનો કરવામ માટે સરકારે આ નિર્ણય લીધો છે. જેના પછી હવે કેટલાક આકરા નિયમો પણ લાગુ થયા છે. સરકારના એક નિવેદન અનુસાર, 'પુરૂષો અને મહિલાઓ જાહેર સ્થળોએ એવા વસ્ત્રો પહેરે કે જે ચુસ્ત અને ભડકામણા ન હોય. મહિલાઓ સામાન્ય ડ્રેસ પસંદ કરી શકે છે. તેનો અર્થ એ છે કે જે લોકો સાઉદી અરેબિયામાં ફરવા આવશે તેમને પણ આ નિયમોનું પાલન કરવાનું રહેશે.લૃ સાઉદી અરેબિયા ૪૯ દેશોનાં નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપવામાં આવી છે.

નવા નિયમ પ્રમાણે, મહિલાઓ અને પુરૂષોએ ટાઈટ કપડા પહેરી શકાશે નહીં. આ ઉપરાંત કોઈ વાંધાજનક સંદેશા કે ઈમેજ હોય એવા વસ્ત્રો નહીં પહેરી શકાય. જયારે મહિલાઓએ પોતાના ખભા અને ગોઠણ ઢંકાય એવા કપડા પહેરવાના રહેશે.(૨૩.૨)

(9:48 am IST)