Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

લુપ્તપ્રાય: પ્રજાતિના 300 કાચબા મેક્સિકોના તટ પરથી મળી આવ્યા

નવી દિલ્હી: દક્ષિણી મેક્સિકોના તટ પર લુપ્ત થયેલ પ્રજાતિના 300થી વધુ કાચબા મૃત અવસ્થામાં મળી આવ્યા છે આ માછલી પકડવાના એ જાળમાં ફસાઈ ગયા હતા જેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પર્યાવરણ અધિકારી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે મેક્સિકોના તટ પર છેલ્લા થોડા અઠવાડિયામાં આ બીજી ઘટના છે જેમાં આટલી મોટી સંખ્યામાં મૃત કાચબા મળી આવ્યા છે આ લુપ્ત થયેલ પેસિફિક રીડલે ટર્ટલ પ્રજાતિના છે.

(6:06 pm IST)