Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

૧૧ વર્ષની આ છોકરીને પસીનામાં લોહી નીકળે છે

લંડન તા ૩૦ : વિયેટનામની કી હોઆ નેશનલ લેપ્રસી ડર્મેટોલોજી હોસ્પિટલમાં તાજેતરમાં ૧૧ વર્ષની એક છોકરીને લાવવામાં આવી છે. આ છોકરીની ત્વચા પરથી લોહી જાણે સુકાતું જ નથી. ડોકટરોનું માનવું છે કે તેને હેમેટિડ્રોસિસ નામની અત્યંત રેર કહેવાય એવી મેડિકલ કન્ડિશન છે જેમાં વ્યકિતન. પસીના વાટે લોહી નીકળે છે.

આમ છોકરીનું નામ જાહેર કરવામાં નથી આવ્યું હોસ્પિટલનાચોપડે એન તરીકે ઓળખાતી આ કિશોરીને લોહીનો પસીનો થવાની સમસ્યા લગભગ ત્રણ-ચાર મહિનાથી શરૂ થઇ છે. તે પાંચમા ધોરણની પરીક્ષા આપવાની હતી ત્યારે ખુબ સ્ટ્રેસમાં આવી ગયેલી ત્યારતી તેને આવું થાય છે. શરૂઆતમાંં તે ોક્ષણો બહુ હળવાં હતાં એટલે પેશન્ટ્સે ડોકટરને કન્સલ્ટ ન કર્યા, પરંતું હવે દિવસમાંં ત્રણથી ચાર વાર લોહીનો પસીનો થાય છે અને તેને ખુબ માથું  દુખે છે. પહેલાં તેને જે હોસ્પિઠલમાં લઇ જવામાં આવેલી ત્યાંના ડોકટરોએ આ ત્વચાનું ઇન્ફેકશન હોવાનું નિદાન કરેલું અને તેની સારવાર પણ શરૂ કરેલી., પરંતુ ફરક પડવાને બદલે લક્ષણો વકરતાં તેને મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છેે. હેમેટિડ્રોસિસ નામની સમસ્યા અત્યંત સ્ટ્રેસમય સ્થિતીને કારણે સર્જાય છે. હાલમાં તેના લોહીમાં સ્ટ્રેસહોર્મોન્સની માત્રા નિયંત્રણમાં રાખવા માટે ડોકટરો મથે છે જેથી વારંવાર લોહીનો પસીનો ન નીકળે (૩.૭)

(3:52 pm IST)