Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પ૬ વર્ષ જૂની ફેરારી કાર વેચાઇ ૩૪૧ કરોડ રૂપિયામાં

લંડન, તા. ૩૦ : તેજ રફતાંર માટે દુનિયાભરમાં જાણીતી સ્પોર્ટસ-કારની બ્રેન્ડ ફેરારીની એક કાર રેકોર્ડબ્રેક કિંમતમાં વેચાઇ છે. ફેરારી રપ૦ જીટીઓ નામની આ કાર ૧૯પરમાં બની હતી. શનિવારે કેલિફોર્નિયામાં યોજાયેલા એક ઓકશનમાં એ ૪૮.૪ મિલ્યન ડોલર એટલે કે ૩૪૧ કરોડ રૂપિયામાં વેચાઇ હતી. આ ડીલમાં ફેરારીએ વિશ્વની સૌથી મોંઘી ઓકશન પામેલી કારનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ફેરારી રપ૦ જીટીઓ કારની કિંમત આટલી બધી છે કેમ કે એ ખૂબ સિમ્પલ અને ગુડલુકિંગ હોવા ઉપરાંત એ ફેરારીની સૌથી સફળ કારમાંની એક છે. ૧૯૬રમાં આ કારથી ઇટાલિયન ગ્રાં-પ્રિ ચેમ્પિયનશિપ જીતી હતી. ૧૯૬રથી ૧૯૬પના ત્રણ વર્ષના ગાળામાં આ કારે ૧પ થી વધુ રેસ જીતી હતી. ફોર્મ્યુલા વન વર્લ્ડ રેસિંગ ચેમ્પિયન બનનારા અમેરિકાના સૌપ્રથમ રેસર ફિલ હિલે પણ આ કાર ચલાવી હતી.

આ કાર માઇક્રોસોફટ વર્ડ, એકસેલ અને પાવરપોઇન્ટ જેવી એપ્લિકેશન બનાવનારા ડો. ગ્રેગ વ્હીટન નામના સોફટવેર આર્કિટેકટે ખરીદી છે.

(6:04 pm IST)