Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ચહેરો ખોપડી જેવો દેખાય એ માટે ભાઇએ નાક પણ કાપી નાખ્યું

લંડન તા ૩૦ : મોટાભાગના લોકો પોતાના ચહેરાને રૂપાળો બનાવવા માટે જાતજાતની કોસ્મેટિક સર્જરીઓ કરાવે છે, પરંતું કોલંબિયામાં રહેતો બાવીસ વર્ષનો એરિક યેઇનર નામના યુવક પોતાના ચહેરાને ખોપડી જેવો ભયાનક દેખાડવા માટે છેલ્લા બે વર્ષથી મથી રહ્યો છે. બોડી-મોડિફિકેશનનો તેને એવો ચસકો લાગ્યો છેકે ઓરિજિનલી સુંદર મજાનો ચહેરો ધરાવતો હોવા છતા તેણે પોતાના લુકની વાટ લગાડી દીધી છે.એરિક પોતે ટેટૂ-આર્ટિસ્ટ છે અને તેને પોતાના શરીર પર ભયાનક કહેવાય એવા ટેટુ બનાવડાવવાનો નશો ચડયો છે. તેણે પોતાના ચહેરાને માણસના મો માંથી મૃત વ્યકિતની ખોપડી ભાસે એવો બનાવી દીધો છે. આ માટે પહેલાં તો તેણે પોતાના કાન કપાવી દીધા છે. ગાલની અંદરના દાત ચોખ્ખા દેખાતા હોય એવું ટેટુ પેણે ગાલ પર બનાવડાવ્યું છે. જીભ પણ વચ્ચેથી કાપી નાખી છે. અડધી જીભ બ્લુ રંગે અને અડધી ગ્રે રંગથી રંગી છે. આંખના ડોળા પણ જાણે ઉંડા ઊતરી ગયા હોય એવો કાળો રંગ આંખની આસપાસ છુંોાવ્યો છે. ખોપડીના હાડકાં પર પણ તેણે પિશાચ જેવી ડિજાઇન ચીતરી છે. આ લુકમાં માત્ર નાક જ આખું દેખાતું હતું એને પણ એરિકેે થોડાક સમય પહેલાં કપાવી લીધું છે, જેથી નસકોરાં ખુલ્લા દેખાય. કોલંબિયામાં એરિક પહેલી વ્યકિત છે જેણે જાતે કરીને નાક,કાન અને જીભ કપાવ્યાં છે.

(3:34 pm IST)