Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

માછલીની વાનગી ખાધા પછી હાથની સ્કિન સડી ગઇ અને હાથ કપાવવો પડયો

 સાઉથ તા ૩૦ : સાઉથ કોરિયામાં રહેતા ૭૧ વર્ષના ભાઇને માછલીની વાનગી સુશી ખાધાના ૧૨ જ કલાકમાં હાથની ત્વચામાં સડો થવા લાગ્યો. આંગળીઓ અને પંજાની ત્વચા સડીને કાળી થવા લાગી અને એમાં પાણી ભરાવા લાગ્યું. ડોકટરો એ સડેલા ભાગને રોજ સાફ કરતા હોવા છતાં અને સેપ્ટિક હાડકામાં ન ફેલાય એ માટે ભારે દવાઓ આપવા છતાં સડો મટયો જ નહીં. પચીસ દિવસની સારવાર પછીએ જયારે ઇન્ફેકશન કાબૂમાં ન આવ્યું એટલે શરીરમાં એને ફેલાતું અટકાવવા માટે ડોકટરો એ દર્દીનો હાથ કાપી નાખવો પડયો. ન્યુ ઇંગ્લેન્ડની જર્નલ ઓફ મેડિસીનમાં આ કેસ છપાયો છે. એમાં નોંધ્યું છે કે સીફૂડ ખાવાને કારણે ૭૧ વર્ષના દરદીના હાથમાં ૪.૫ સેન્ટિમીટર વ્યાસનો ફોડલો ભરાયો હતો જે રૂઝાતો ન હોવાથી હાથ કાપવાની નોબત આવી હતી.

(3:33 pm IST)