Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

તમારી હાઈટ ઓછી છે? તો આવી રીતે પહેરો મેકિસ ડ્રેસ

મોટા ભાગની છોકરીઓ પાર્ટી અથવા ફંકશનમાં જવા માટે લોન્ગ મેકિસ ડ્રેસ (લોન્ગ વન પીસ ગાઉન) પહેરવાનું પસંદ કરે છે. આવા પ્રસંગે મેકિસ ડ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ, જે છોકરીઓની હાઈટ ઓછી હોય છે, તેને એવુ લાગે છે કે તેના પર મેકિસ ડ્રેસ સારા લાગતા નથી. પરંતુ, એવુ હોતુ નથી. ઓછી હાઈટ હોવા છતા તમે મેકિસ ડ્રેસ પહેરી ટ્રેન્ડી લુક મેળવી શકો છો.

૧. જો તમારી હાઈટ ઓછી છે તો, મેકિસ ડ્રેસ સાથે કમર પર બેલ્ટ બાંધો. તેનાથી તમને સ્ટાઈલીશ લુક મળશે અને  તે તમારા શરીરને બરાબર ડીવાઈડ કરશે. જેનાથી તમારી હાઈટ લાંબી દેખાશે.

૨. ઓછી હાઈટવાળી છોકરીઓએ ઢીલા મેકિસ ડ્રેસ ન પહેરવા જોઈએ. તેનાથી હાઈટ વધુ નાની લાગે છે. ઓછી હાઈટવાળી છોકરીઓએ હંમેશા ફિટીંગવાળા ડ્રેસ પહેરવા જોઈએ.

૩. ઓછી હાઈટવાળી છોકરીઓ સ્લિટ મેકિસ ડ્રેસ પહેરી શકે છે. આ મેકિસ ડ્રેસ પગને ફ્રેમ કરી હાઈટ ઉંચી બતાવવામાં મદદ કરે છે. તેને પહેરવાથી તમને બોલ્ડ લુક મળે છે.

૪. જો તમે મેકિસ ડ્રેસમાં લાંબા દેખાવા ઈચ્છો છો તો, શરીરને સિંગલ ફ્રેમ લુક આપો. તેના માટે સિંગલ ડાર્ક કલરના મેકિસ ડ્રેસ પહેરી શકો છો.

(9:11 am IST)