Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

આ શખ્સને થયું 50 લાખનું દેવું:અચાનકજ લાગી 1 કરોડની લોટરી

નવી દિલ્હી: ભાગ્ય પલટાય ત્યારે ગમે તેવી મુશ્કેલીઓ પણ ટળી જાય છે. કેરલના એક દેવાદાર વ્યકિતનીરસપ્રદ  ઘટના ચર્ચાનો વિષય બની છે. 50 લાખનું દેવું થયું હતું. પૈસાની ઉઘરાણી કરનારા રોજ સતાવતા હતા.છેવટે ઘર વેચવાનું નકકી કર્યુ પરંતુ 1 કરોડ રુપિયાની લોટરી લાગતા એક જ સેકન્ડમાં દેવું ચુકવી દે તેવી પરીસ્થિતિ ઉભી થઇ છે. આ શખ્સનું નામ મંજેશ્વરનો રહેવાસી છે તેનું નામ મોહમ્મદ બાવા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર બાવા પર 50 લાખનું અંગત દેવું હતું.

એક તો વેપારમાં ખોટ ગઇ હતી અને બીજુ કે બે યુવાન દિકરીઓના લગ્ન કરવામાં નાણા ખર્ચવા પડયા હતા. ઘર ચલાવવા માટે પણ બીજા પાસેથી ઉછીના નાણા લેતો હતો. સતત ટેન્શનમાં રહેતો હતો પરંતુ છેવટે દેવું ઉતારવા માટે પોતાનું હમણાં જ બનાવેલું મકાન વેચવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનો અમલ કરે તેના બે જ કલાક પહેલા તેને 1 કરોડની લોટરી લાગી હતી. દેવામાં ડૂબી ગયા હોવા છતાં ડૂબતો જેમ તણખલું પકડે એમ ઉડીપી જિલ્લાના હોસંગાદી ગામમાં એક એજન્સી પાસેથી લોટરીની ટિકિટ ખરીદી હતી. આ લોટરીની ટિકિટ તો દેવાદાર ભૂલી જ ગયો હતો પરંતુ ભાગ્યના ચક્રએ દેવામાંથી મુકત કદી દીધો છે. તેને ટેકસ કપાતા 65 થી 70 લાખ રુપિયા મળશે. 

(7:43 pm IST)