Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

વિશ્વમાં કોરોના મહામારી બાદ મંકિપોક્સના 4 કેસ સામે આવ્યા

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના મહામારી બાદ હવે મંકીપોક્સ જેવા વાઇરસ લોકોને ડરાવી રહ્યાં છે. આ વાયરસ ઝડપથી ફેલાય રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. ભારતમાં 27 જુલાઈ સુધી દેશમાં મંકીપોક્સના4 કેસની પુષ્ટિ થઈ છે, જેમાં ત્રણ કેરળ અને એક દિલ્હીમાં આવ્યો છે. મંકીપોક્સ વાઇરસના કારણે ભારતમાં કોઇ મૃત્યુ થયુ નથી. બ્રાઝિલમાં મંકીપોક્સથી સંક્રમિત 41 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. આફ્રિકા બહાર આ રોગથી થયેલું આ પ્રથમ મૃત્યુ છે. એક રિપોર્ટ અનુસાર, ચેપ પછી, વ્યક્તિને રોગપ્રતિકારક શક્તિ સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણપૂર્વ મિનાસ ગેરૈસ રાજ્યની રાજધાની બેલો હોરિઝોન્ટેમાં તેમનું અવસાન થયું છે. મંકીપોક્સને લઇને રાજ્યના હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું કે, હોસ્પિટલમાં તેમની ગંભીર હાલતમાં સારવાર કરવામાં આવી રહી હતી, બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના લગભગ 1,000 કેસ નોંધાયા છે. પહેલો કેસ 10 જૂને અહીં જોવા મળ્યો હતો. ચેપગ્રસ્ત વ્યક્તિ યુરોપના પ્રવાસેથી પરત ફર્યો હતો.

(7:42 pm IST)