Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અમેરિકામાં લઘુતમ વેતન 7.25 ડોલર પ્રતિ કલાક વધારીને 15 ડોલર કરવામાં આવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકામાં કોરોનાનો પ્રભાવ ઓછો થયો છે તેમજ લોકો હવે કામધંધે વળગ્યા છે. અહીં ઝડપી વેક્સિનેશનને કારણે જનજીવન સામાન્ય થઇ રહયું છે. આશરે એક વર્ષના લોકડાઉન બાદ હવે લોકો બહાર નીકળી રહ્યા છે અને મજબૂતીથી ખર્ચ કરી રહ્યા છે. તેનાથી રેસ્ટોરન્ટ,રિટેલ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં માંગ વધી ગઈ છે. આ માંગને પૂર્ણ કરવા માટે સર્વિસ ઇન્ડસ્ટ્રી વર્કર્સને પ્રતિ કલાકના 15 ડોલર એટલે કે 1100 રૂપિયા ઓફર કરી રહી છે.

અમેરિકામાં લઘુતમ વેતન 7.25 ડોલર પ્રતિ કલાક છે. જોકે હવે ઘણી કંપનીઓ 15 ડોલર પ્રતિ કલાકની ગણતરીએ ચુકવણી કરી રહી છે. મિનેસોટા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી આરોન સોજોરને કહ્યું કે આ સંખ્યા માત્ર સંયોગ નથી. તેની માંગ 10 વર્ષથી કરવામાં આવી રહી છે.હાલ પણ ઘણા કામદારોને પ્રતિકલાક 15 ડોલરથી ઓછી રકમ મળી રહી છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસ અનુસાર 2025 સુધી પણ 1.7 કરોડ કામદારો આ સ્તરે પહોંચી શકશે નહીં.

ઝિપપ્રિક્યુટરના લેબર અર્થશાસ્ત્રી જુલિયા પોલકે જણાવ્યું હતું કે 2019 થી કલાકના 15 ડોલરની જોબ પોસ્ટિંગની સંખ્યા બમણી થઈ છે. ઘણા લોકોને આનો લાભ મળ્યો છે.અમેરિકામાં છેલ્લી વખત લઘુતમ વેતન 2009માં વધારવામાં આવ્યું હતું.2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે લઘુતમ વેતન વધારીને 15 ડોલર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. તેની પાછળ પગારવાળા કામદારોને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી થશે અને આર્થિક અસમાનતા ઓછી થશે તેવો તર્ક રજૂ કરવામાં આવ્યો હતો.

 

(6:27 pm IST)