Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

વિખ્યાત ડચ ચિત્રકારે જાતે દોરેલું પોર્ટ્રેટ ૧.૪૦ અબજમાં વેચાયું

 અમેરિકન ઓકશન હાઉસ સોધબી દ્વારા યોજાયેલા એક વર્ચ્યુઅલ ઓકશનમાં વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર રેમ્બ્રાંનું સેલ્ફ-પોર્ટ્રેટ ૧.૪૫ કરોડ પાઉન્ડ (અંદાજે ૧.૪૦ અબજ રૂપિયા)ની કિંમતે વેચાયું હતું. ૧૬૩૨ની સાલમાં દોરાયેલા એ ચિત્રમાં ૨૬ વર્ષના ચિત્રકારે માથે હેટ પહેરી છે અને ગળે માઇલસ્ટોન કોલર (રફ) વીંટાળેલો છે. મંગળવારે યોજેલા ઓનલાઇન લાઇવ સ્ટ્રીમ્ડ વર્ચ્યુઅલ ઓકશનમાં સોધબીને ૧૯.૨૭ કરોડ ડોલર (અંદાજે ૧.૪૦ અબજ રૂપિયા) પ્રાપ્ત થયા હતા. આ ચિત્રકારનું છેલ્લું પોર્ટ્રેટ ૨૦૦૩માં  અંદાજે ૫૧.૫૬ કરોડ રૂપિયાની કિંમતે વેચાયું હતું. ગ્લોબલ ઓકશનમાં ૮ ઇંચ લાંબું અને છ ઇંચ પહોળું એ પેઇન્ટિંગ છ જણે ખરીદ્યું હતું. ઓકશનમાં પાંચ સદીના રેમ્બ્રાંથી પિકાસો સુધીના અનેક ચિત્રકારોની રચનાઓ વેચાઈ હતી. 'વુમન ઇન રેડ હેટ' નામનું પેઇન્ટિંગ ૨.૨૩ કરોડ પાઉન્ડ (અંદાજે ૨.૧૬ અબજ રૂપિયા)માં વેચાયું હતું.

(3:00 pm IST)