Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ઘરમાં રાખેલા પેસ્ટિસાઇડ્સને લીધે બાળકોને જ જોખમ

લંડન તા.૩૦: ઘરમાં મચ્છર, માંકડ અને ઉંદરને મારવા માટે જે ઝેરી દવાઓ લાવવામાં આવે છે એ ઘરનાં બાળકો માટે જોખમી બને છે. આની પાછળ પરિવારના સભ્યોની બેદરકારી જવાબદાર હોય છે. આવી દવાઓ બાળકો સુધી પહોંચે નહીં એની તકેદારી લેવાનું કહેવામાં આવે છે અને દવાઓ પર એવું લખવામાં પણ આવે છે. આમ છતાં ઘરના મોટા મેમ્બરો આવી સાવચેતી રાખતા નથી. પરિણામે બાળકો આવી દવાઓના સંપર્કમાં આવે છે અને એને ખાઇ લેતાં તેમનો જીવ જોખમમાં મુકાય છે. એઇમ્સના એક અભ્યાસમાં આ જાણકારી આપવામાં આવી છે. મેડિકલ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ નેશનલ પોઇઝન્સ ઇન્ફર્મેશન સેન્ટરમાં એપ્રિલ-૨૦૦૬ થી લઇને માર્ચ-૨૦૧૬ દરમ્યાન પોઇઝનિંગના કુલ ૧૬,૪૨૦ કેસમાંથી ૭૧૧૪ કેસમાં એટલે કે ૪૫.૫ ટકા કિસ્સામાં એનું કારણ ઘરોમાં ઉપયોગમંા લેવાતી પ્રોડ્કટસ હોવાનું જણાયું હતું જેનો સોૈથી મોટો શિકાર બાળકો થયાં હતાં. અભ્યાસ મુજબ પોઇઝનિંગના કેસમાં ૬૧.ર ટકા કેસમાં ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો એનો શિકાર બન્યાં હતાં. ડોકટરો જણાવે છે કે ઘરમાં ઉપયોગમાં લેવાતી ચીજોને એટલ ેકે હાઉસહોલ્ડ પેસ્ટિસાઇડ્સને વ્યવસ્થિત રીતે સ્ટોર કરવામાં દેખાડવામાં આવતી બેદરકારીને કારણે આવા કેસોના પ્રમાણમાં વધારો થયો છે અને એનો સોૈથી વધુ શિકાર બાળકો જ બની રહ્યા છે.

(3:47 pm IST)