Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

બ્રાઝીલ, ઈંડોનેશિયા, ફ્રાંસ, ફિલિપાઇન્સ સહીત અન્ય દેશો લોકડાઉન હળવો કરવાના મૂડમાં હોવાનું જાણવામાં આવ્યું

નવી દિલ્હી: દુનિયામાં કોરોનાનો કહેર સતત વધતો જ રહે છે અને દરરોજ લાખના હિસાબે સંક્રમીતોનો વધારો થતો રહે છે, હાલ સંક્રમીતોની સંખ્યા 59 લાખને પાર કરી ગઈ છે, જયારે મૃત્યુનો આંકડો 3.64 લાખથી વધુ થયો છે, છેલ્લા 24 કલાકમાં એકલા અમેરિકામાં 1225 લોકોના મૃત્યુ નિપજયા હતા તો બીજી બાજુ દુનિયામાં લોકડાઉન હળવા કરવાની પણ પહેલ થઈ રહી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બ્રાઝીલમાં કોરોનાને લઈને મરનારાઓની સંખ્યા 27,878 થઈ ગઈ છે જયારે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ દેશમાં લોકડાઉન લાગુ કરવા પર નારાજગી જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન દેશનું અપમાન છે.તો બીજી બાજુ મુસ્લીમ રાષ્ટ્ર ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસના કારણે અનેક સપ્તાહથી બંધ પડેલી મસ્જિદો ખોલાઈ હતી અને દેશના અનેક ભાગોમાં જુમ્માની નમાજ પઢવામાં આવી હતી. આ દરમિયાન એક મીટરની દૂરીનું સખ્તાઈથી પાલન કરવામાં આવ્યું હતું.

(6:52 pm IST)