Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમેરિકી કંપનીના સ્પેસએક્સના સ્ટારશીપ રોકેટ પ્રોટોટાઇપમાં ટેસ્ટિંગ દરમ્યાન વિસ્ફોટ થયો

નવી દિલ્હી: અમેરિકી કંપની સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટ પ્રોટોટાઈપમાં શુક્રવારે ટેસ્ટિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. એક વર્ષ દરમિયાન આ ચોથી વખત સ્પેસએક્સનું સ્ટારશિપ પ્રોટોટાઈપ દુર્ઘટનાનો શિકાર બન્યું છે. ઉલ્લેખનીય છેકે સ્પેસએક્સ પહેલી એવી પ્રાઈવેટ કંપની છે જેના રોકેટ Falcon 9 દ્વારા માણસોને અંતરીક્ષમાં મોકલવામાં આવી રહ્યા છે.

સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ દ્વારા એસ્ટ્રોનોટ્સને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. વાતાવરણ ખરાબ હોવાના કારણે 27મી મેના રોજ લોન્ચિંગ રદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે એટલે કે 30મી મેના રોજ ફ્લોરિડાના સ્પેસ સ્ટેશન દ્વારા ફાલ્કન-9ને લોન્ચ કરવા પ્રયત્ન કરવામાં આવશે.

(6:49 pm IST)