Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અરેરેરે, આ માણસ ચપ્પલ સાથે સેકસ કરતોઃ પોલીસને મળ્યા ૧૨૬ જોડી પગરખાં

પોલીસે જણાવ્યું છે કે આ યુવક પાસે અલગ અલગ બ્રાંડના ફૂટવેર અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ હતા, આ બધા જ પગરખાં તેણે બહુ ચોખ્ખા રાખ્યા હતા અને તે તેમને પ્રેમથી મેઇન્ટેઇન કરતો હતો, એ તો છેલ્લા બે વર્ષથી નિયમિત રૂપે ચપ્પલ ચોરતો હતો

બેંગકોક, તા.૩૦: લોકોનાં મગજ કયારે કઇ દિશામાં દોડે એની તો કોઇનેય કલ્પના નથી હોતી અને થાઇલેન્ડમાં નોન્થાબુરીમાં રહેતા આ માણસે જે કર્યું છે બહુ જ વિચિત્ર છે. આ યુવક ચપ્પલ અને બુટ સાથે સેકસ કરતો હતો. પોતાની આ વિચિત્ર ઇચ્છા પુરી કરવા માટે તેણે અત્યાર સુધીમાં અનેક જોડાં ચોર્યા છે. માત્ર ૨૪ વર્ષના યુવકનું નામ થીરાપટ કલાઇયા છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે તેની પાસે ૧૨૬ જોડી પગરખાં મળ્યા છે. પોલીસને શંકા છે કે આ તેની આસપાસ રહેનારા લોકોનાં જ પગરખાં છે જે તેણે પોતાનો વિચિત્ર શોખ પુરો કરવા ચોર્યા હશે.તેણે આમ તો અલગ અલગ બ્રાન્ડનાં ચપ્પલ ચોર્યા પણ મોટે ભાગે ફ્લિપફ્લોપ્સ અને સ્લિપર્સ જેવા ચપ્પલ તેના કલેકશનમાં મોટી સંખ્યામાં હતા.

મૂળ તો ચપ્પલોની સતત ચોરી થવાની ફરિયાદ જયારે થઇ ત્યારે પોલીસે સીસીટીવી કેમેરા ફુટેજનો ચેક કરવાનું નક્કી કર્યું. એક વ્યકિત જેના પોતાના ચપ્પલાં અનેકવાર ચોરાયા હતા તેણે જ પોલીસને આ ફુટેજ મેળવવામાં મદદ કરી હતી. ફુટેજમાં આ થીરાપટ કલાઇયા ચપ્પલો ચોરતો નજરે ચઢ્યો હતો. ફુટેજને આધારે જ પોલીસે તેને ઓળખી કાઢ્યો અને પછી તેને પકડ્યો. જયારે તેનાં ઘરની તલાશી લેવાઇ ત્યારે ખબર પડી કે એ તો છેલ્લા બે વર્ષથી નિયમિત રૂપે ચપ્પલ ચોરતો હતો. જો કે સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે તેણે પોતે જ કબૂલ કર્યુ કે તે ચપ્પલો ચોરતો પછી કલાકો તે આ ચોરેલા ચપ્પલો પહેરી રાખતો. પહેરી રાખ્યા બાદ તે ચપ્પલને ચુંબનો કરતો, દ્યસતો અને પછી તેની સાથે સેકસ પણ કરતો.

પોલીસે જણાવ્યું છે કે આ યુવક પાસે અલગ અલગ બ્રાંડના, ખાસ કરીને એવી બ્રાંડ્ઝ જે બહુ જ પ્રખ્યાત હોય તેવા ફૂટવેર અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ હતા. આ બધાજ પગરખાં તેણે બહુ ચોખ્ખા રાખ્યા હતા અને તે તેમને પ્રેમથી મેઇન્ટેઇન કરતો હતો. પોલીસે જયારે પ્રેસકોન્ફરન્સ કરી ત્યારે તે ચપ્પલો પણ કોન્ફરન્સમાં લઇને આવ્યા હતા. આ કલેકશન મોંદ્યાદાટ બ્રાન્ડેડ ચપ્પલો વાળું હતું. આ જ યુવક ગયા વર્ષે, આ જ પ્રકારનાં ગુના માટે પકડાયો હતો પણ ત્યાર તે અલગ જિલ્લામાં ચોરી કરતો હતો. તેણે પોલીસ આગળ કબૂલાતમાં ખુલાસો કર્યો હતો કે તે એક પછી એક બધાં ચપ્પલ સાથે શારીરિક સંબંધ બાંધતો પછી તેમને ફેંકી દેતો અને નવા ચપ્પલો શોધી તેમની ચોરી કરવામાં વ્યસ્ત થઇ જતો.

(9:48 am IST)
  • ર૪ કલાકમાં ૧૧૦૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થયાઃ પહેલીવાર એકટીવ કેસોની સંખ્યામાં ઘટાડોઃ રિકવરી રેટ હવે ૪૭%થી પણ વધુ access_time 3:35 pm IST

  • વિરાટ કોહલીએ તોડયા બધા રેકોર્ડઃ ફોર્બ્સની ર૦ર૦ની યાદીમાં સૌથી વધુ કમાણી કરનાર એકમાત્ર ક્રિકેટર બન્યો ૧ વર્ષની કમાણી ર૬ મિલીયન ડોલર એટલે કે ૧૯૬ કરોડઃ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે આ વર્ષે ૧૦૬ મિલીયન ડોલરની કમાણી કરીઃ રોનાલ્ડોની કમાણી ૧૦પ મિલીયન ડોલરઃ મેસીની ૧૦૪ મીલીયન ડોલરઃ ફોર્બ્સે શ્રીમંત ખેલાડીઓની યાદી બહાર પાડી access_time 3:41 pm IST

  • વડોદરામાં ભારે પવન સાથે વરસાદ શરૂ : રાત્રે ધીમીધારે વરસાદ : ગોત્રી, ફતેગંજ, હરિનગર, તાંદલજા, વાસણા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ : ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી: ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી access_time 10:33 pm IST