Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ચિલીમાં માનવીમાં પ્રથમવાર બર્ડફલુ થવાનો કેસ આવતા સરકારી તંત્ર થયું દોડતું

નવી દિલ્હી: માનવીમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિલીમાં માનવીમાં બર્ડ ફ્લૂનો આ પહેલો કેસ મળી આવ્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે એક 53 વર્ષીય વ્યક્તિને બર્ડ ફ્લૂ થયાની માહિતી મળી છે. આ વ્યક્તિમાં ઈન્ફ્લ્યુએન્ઝાના ગંભીર લક્ષણો દેખાયા હતા પણ આ દર્દી સ્થિર સ્થિતિમાં જણાયો જ નહોતો. બર્ડ ફ્લૂના દર્દીની માહિતી મળ્યા બાદ ચિલીની સરકારે તે ચેપગ્રસ્ત કેવી રીતે અને તેના સંપર્કમાં કોણ કોણ આવ્યા છે તેની તપાસ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. ચિલીમાં જંગલી પ્રાણીઓમાં ગત વર્ષના અંતથી H5N1 બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હતા. ઔદ્યોગિક ફાર્મમાં તાજેતરના કેસને કારણે પોલ્ટ્રી નિકાસ અટકાવવી પડી છે.

 

(6:48 pm IST)