Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

રોજનાં ૬ એનર્જી ડ્રિન્કસ પીનારા ભાઇની જીભ ઓગળવા લાગી

નવી દિલ્હી તા.૩૦: મૂળ ઓસ્ટ્રેલિયા પણ હાલમાં એશિયન દેશમાં રહેતા ડેન રોયલ્સ નામના એક ટીચરે પોતાના ફેસબુક અકાઉન્ટ પર પોતાની તસ્વીરો પોસ્ટ કરીને બીજાને ચેતવણી આપી છે. વાત એમ છ ેકે ભાઇસાહેબને ખુબ જ એનર્જી ડ્રિન્કસ પીવાની આદત હતી. છેલ્લા કેટલાક સમયથી તે રોજનાં ઓછામાં ઓછા છ કેન ભરીને એનર્જી ડ્રિંકસ ગટગટાવી જતો હતો. પોતાની આ આદતને કારણે તેની જીભ પરની ઉપરની પરત ઘસાવા લાગી છે અને એમાંની ચામડી અને માંસ ખવાઇ રહ્યાં છે. ડેનનું કહેવું છે તેની આ હાલત એનર્જી ડ્રિન્કસને કારણે જ થઇ છે અને પોતાના જેવા હાલ બીજાએ ન કરવા હોય તો એનર્જી ડ્રિન્કસનું વળગણ બને એટલું વહેલું છોડી દેવું જોઇએ એવું તેનું કહેવું છે. ડેનને સ્મોકિંગની આદત પણ છે, પરંતુ સ્મોકિંગને કારણે તેને જીભમાં કદી કોઇ સમસ્યા નહોતી વર્તાઇ. જયારથી એનર્જી ડ્રિન્સનો મારો વધી ગયો છે ત્યારથી તેના દાંત નબળા પડી ગયા છે અને જીભનું માંસ ખવાઇ રહ્યું છે. અનુભવે સમજયા પછી ડેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા થયેલાં સંશોધનના આંકડા પણ પોતાની પોસ્ટમાં ટાંકયા છે અને એનર્જી ડ્રિન્સ હાડકાં, દાંત, ઓરલ હેલ્થ અને હૃદય માટે પણ કેટલાં ખતરનાક છે એ વહેલી તકે સમજી લેવાની હિમાયત કરી છે.

(11:38 am IST)