Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પરફયુમનો યોગ્ય રીતે કરો ઉપયોગ

ઉનાળામાં મોટા ભાગના લોકો ડીઓ અને પરફયુમનો ઉપયોગ કરે છે. પરંતુ, કયારેક તેમાં રહેલ કેમીકલના કારણે આપણી ત્વચાને નુકશાન પણ પહોંચી શકે છે. ઘણા લોકોને પરફયુમનો ઉપયોગ કરવાના કારણે અસ્થમા, કેન્સર, એલર્જી વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તેથી કાળજી રાખી યોગ્ય રીતે પરફયુમનો ઉપયોગવ કરવો જોઈએ.

પરફયુમમાં પ્રાપલીન અને ગ્લાયસોલ જેવા તત્વ હોય છે. આ બંને રસાયણ શરીરને એલર્જી રિએકશન પેદા કરે છે. તમને કદાચ ખબર નહિં હોય પરંતુ, આ રસાયણ કિડની ડેમેજનું કારણ પણ બની શકે છે.

આ ઉપરાંત પરફયુમ અથવા ડીઓને અન્ટીબેકટેરીયલ બનાવવા માટે ટ્રાઈ કલોસન નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, આ કેમિકલ શરીરમાં રહેલ સારા એન્ટી-બેકટેરીયલને નષ્ટ કરી દે છે. જેના કારણે સ્કિન એલર્જી પણ થવા લાગે છે.

ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને પરફયુમનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ગર્ભમાં રહેલ બાળકના શારિરીક વિકાસ ઉપર પ્રતિકૂળ અસર પડે છે.

 

(9:52 am IST)