Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

અમેરિકાના એટલાન્ટાના હોલમાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં કેમિકલ ગળતરમાં 6 લોકોના મોતથી અરેરાટી

નવી દિલ્હી: અમેરિકાના એટલાન્ટાના હોલ કાઉન્ટીમાં એક ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં કેમિકલના ગળતરથી છ લોકોનાં મોત થયાં છે અને કમસે કમ ૧૨થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું હતું કે ફાઉન્ડેશન ફૂડ ગ્રુપમાં અમેરિકી સમય અનુસાર સવારે ૧૦ કલાકની આસપાસ એક તરલ નાઇટ્રોજન લાઇન ફાટી ગઈ હતી. આ લીકને પ્રારંભમાં કેટલાક અધિકારીઓ દ્વારા વિસ્ફોટ બતાવવામાં આવ્યો હતો, પણ તપાસકર્તાઓએ કહ્યું હતું આ એકમાત્ર ગળતર હતું.

             ગુરુવારે બપોરે પાંચ લોકોનાં મોત થયાં હતા. આ અકસ્માતમાં ૧૨ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા લોકોમાંથી ત્રણ જણની હાલત સ્થિર છે. જાેકે બાકીના લોકોને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી હતી. અન્ય પાંચ લોકો ન્યાયિક જ્યોર્જિયા આરોગ્ય પ્રણાલી અનુસાર સુરક્ષિત સ્થિતિમાં છે. બધા ઇજાગ્રસ્તોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

(5:41 pm IST)