Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

બ્રિટનમાં આવતા પ્રવાસીઓને સ્વખર્ચે 10 દિવસ માટે ફરજિયા હોટલમાં ક્વોરેન્ટાઇન થવાનો નિયમ

નવી દિલ્હી: કોરોના વાઇરસના નવા વેરીઅન્ટ દ્વારા ઝડપથી ફેલાતાં ચેપને નાથવા બ્રિટને 22 હાઇ રિસ્ક દેશોમાંથી આવતાં બ્રિટિશ પ્રવાસીઓને હોટેલમાં દસ દિવસ માટે તેમના ખર્ચે ક્વોરન્ટાઈન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને અન્ય દક્ષિણ અમેરિકન દેશોના પ્રવાસીઓને આ નવી જોગવાઈઓ લાગુ પાડવામાં આવશે. આ 22 દેશોમાંથી નોન બ્રિટિશ લોકોને તો બ્રિટનમાં પ્રવાસ કરવા પર જ પાબંદી મુકી દેવામાં આવી છે.

     દરમ્યાન ન્યુ ઝીલેન્ડમાં ઓસ્ટ્રેલિયા સાથે બનાવવામાં આવેલો ટ્રાવેલ બબલ રદ કરવામાં આવ્યો તે પૂર્વે ન્યુ ઝીલેન્ડમાં પ્રવેશેલા બાર જણાને ઓકલેન્ડની એક હોટેલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે, હોટેલની બહાર આ કોરોનાનો ચેપ પ્રસર્યો નથી. દરમ્યાન યુએસમાં વ્હાઇટ હાઉસના આરોગ્ય સલાહકાર ડો. એન્થોની ફોચીએ જણાવ્યું હતું કે ફાઇઝર અને મોડર્ના દ્વારા એમઆરએનએ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસીને નવા સ્ટ્રેઇન માટે ઝડપથી લાગુ પાડી શકાશે.

(5:40 pm IST)