Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કરાંચીમાં મોટર કાર શો રૂમમાં ચીની નાગરિક સહીત સાથી પર જીવલેણ હુમલો

નવી દિલ્હી: કરાચી (karachi) ની ભાગોળે આવેલા એક મોટર કાર શો રૂમમાં ચીની નાગરિક અને એના સાથી પર જીવલેણ હુમલો થયો હતો. ઉપરાંત ગયા સપ્તાહે કરાચીના ક્લીફ્ટન વિસ્તારની એક રેસ્ટોરાંની બહાર ઊભી રહેલી એક ચીની નાગરિકની કારને વિસ્ફોટ દ્વારા ઊડાવી દેવામાં આવી હતી. આ બને હુમલાની જવાબદારી સિંધુ દેશ રિવોલ્યુશનરી આર્મીએ લીધી હતી.

સિંધુ દેશ રિવોલ્યુશનરી આર્મીએ એક નિવેદન પ્રગટ કરીને એવો આક્ષેપ કર્યો હતો કે ચીન અને પાકિસ્તાન જબરદસ્તીથી ચીન-પાકિસ્તાન આર્થિક સમજૂતીના બહાને અમારી જમીનો પર બળજબરીથી કબજો લઇ રહ્યા હતા. એમની ઉપર અમે સતત હુમલા કરતા રહેશું.

            ચીન પાકિસ્તાનમાં દ્વિપક્ષી સમજૂતી અન્વયે 150 અબજ ડૉલર્સનું મૂડીરોકાણ કરી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપીંગની મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પરિયોજનાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ સમજૂતી સીપીઇસી તરીકે ઓળખાવાઇ છે.બલુચિસ્તાનની પ્રજા આ સમજૂતીથી નારાજ છે એટલે હવે સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મીના નામે ચીની નાગરિકો અને ચીની યોજનાઓ પર હુમલા કરવા લાગી છે.

 

(5:41 pm IST)