Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

વાંદરાના પ્રાઇવેટ પાર્ટ સાથે કથિત અશ્લીલ હરકત કરતી મહિલાને ત્રણ વર્ષની સજા

ઇજિપ્તની કોર્ટે બસ્મા અહમદ નામની આ મહિલાને વ્યભિચારમાં વધારો અને સાર્વજનિક સ્થળે અશ્લીલ હરકત મામલે દોષી ગણાવી

ઇજિપ્ત ;વાંદરાના પ્રાઇવેટ પાર્ટ સાથે કથિત અશ્લીલ હરકતના ગુન્હામાં ઇજિપ્તની એક મહિલાને ત્રણ વર્ષની કેદની સજા ફટકારાઇ છે ઇજિપ્તની કોર્ટે વાંદરા સાથે યોન શોષણનાં આરોપમાં એક 25 વર્ષની મહિલાને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. સ્થાનિક અખબાર અલ અહરામની રિપોર્ટ મુજબ આ મહિલાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક પેટ શોપની અંદર વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટ સાથે રમતી નજર આવે છે.

  ઇજિપ્તની મનસૌરા સિટીની કો્ટે બસ્મા અહમદ નામની આ મહિલાને વ્યભિચારમા વધારો કરવા અને સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકત કરવા બદલ દોષી કરાર ઠેરવી હતી. આ મહિલાને ઓક્ટોબર મહિનામાં વાંદરા સાથે અશ્લિલ હરકત કરવા બદલ ધરપકડ થઇ હતી.
   ઓક્ટોબરમાં મહિલાનો 90 સેકેન્ડનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહિલા પેટ શોપમાં વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટને અડતી અને તેનાં ઉપર સેક્સુઅલ જોક્સ બોલતી નજર આવે છે. તો આસપાસ હાજર લોકો મહિલાઓની આ હરકત પર હસતાં નજર આવે છે. કોર્ટમાં મહિલાએ સ્વિકાર કર્યુ છે કે, તેણે આવી હરકત કરી હતી. તેણે તેમ પણ ઉમેર્યુ હતું કે, તેને આમાં કંઇજ અભદ્ર લાગ્યુ ન હતું. તે ફક્ત વાંદરાને ગલીપચી કરી રહી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ આર્ટિકલ 377 હેઠળ જાનવર સાથે સંબંધ બાંધવા અપ્રાકૃતિક કૃત્યની શ્રેણીમાં આવે છે.અને તે દંડનીય અપરાધ છે. સાર્વજનિક જગ્યા પર અભદ્ર હરકત અંગે પણ ભારતીય કાયદા હેઠળ સજાને પાત્ર ગુનો છે.

(1:00 am IST)