Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઉસ્માન ખ્વાજાના ભાઈ અર્ઝલાનની ફરી ધરપકડ

ન્યુ સાઉથ વેલ્સના સ્ટેટ પોલીસ- પ્રવકતાએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ- ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઈ અર્ઝલાન ખ્યાજાની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેણે સાક્ષીને નકલી આતંકી  ષડ્તંત્ર રચવાના કેસમાં લાંચ આપવાની કોશિશ કરી હતી. આ પહેલાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ મહિનાની શરૂઆતમાં સિડની કોર્ટે તેને જામીન પર છોડયો હતો. આ કેસમાં શ્રીલંકાના મોહમ્મદ નેઝામદીનની પણ ધરપકડ ઓગસ્ટમાં કરવામાં આવી હતી, પણ સબૂતના અભાવે તેને સપ્ટેમ્બરમાં છોડી દેવામાં આવ્યો હતો.(૩૦.૫)

(3:49 pm IST)