Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

આ છે વર્ષ ૨૦૧૭ના સૌથી અજીબોગરીબ ફેશન ટ્રેન્ડ્સ

વર્ષ ૨૦૧૭ ખતમ થવાનું છે અને નવા વર્ષમાં પ્રવેશ કરતા પહેલા જ નજર નાખીએ તેવી વિચિત્ર ફેશન ટ્રેન્ડ્સ પર જેણે વર્ષ ૨૦૧૭માં ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. ટોકયોના એક ડિઝાઈનરે ડીકન્સ્ટ્રકટેડ ડેનિમ્સને નવા લેવલ પર લઈ જતા થોન્ગ જીન્સ બનાવ્યું. આ જીન્સમાં આગળ કે પાછળ કોઈ ફેબ્રિક નથી અને માત્ર સિલાઈ પર જ સમગ્ર જીન્સ ટકેલું છે. પરિણામે આવી વિચિત્ર ડિઝાઈનના કારણે ટ્વિટર પર આ જીન્સ ઘણા દિવસો સુધી છવાયેલું રહ્યું.

ટોપશોપે જીન્સને લઈને એક નવા લેવલ પર લઈ જતા કિલયર પ્લાસ્ટિક જીન્સને પોતાની વેબસાઈટ પર લોન્ચ કર્યું. આ જીન્સ પોતાના નામની જેમ જ સમગ્ર રીતે પારદર્શી છે. થોન્ગ જીન્સની જેમ પ્લાસ્ટિક જીન્સમાં પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ અટેન્શન મળ્યું.

આ ડેનિમનો અન્ય એક ટ્રેન્ડ છે જેને જોઈને તમે કંઈ પણ બોલવાની સ્થિતિમાં નહીં રહો. આ એવું ડિટેચેબલ જીન્સ છે જેને અલગ કરીને પહેરવા પર શોર્ટ્સ બની જાય છે. આ ટ્રેન્ડ ત્યારે વધારે ફેમસ થઈ ગયો જયારે અમેરિકન ફેશન મોડલ ગીગી હદીદ રસ્તા પર ડિટેચેબલ જીન્સ પહેરીલી જોવા મળી.

વર્ષ ૨૦૧૭ જીન્સ અને ડેનિમ સાથે એકસપેરિમેન્ટ્સ કરવા માટે યાદ કરાશે. થોન્ગ, પ્લાસ્ટિક અને ડિટેચેબલ જીન્સ બાદ જે જીન્સે સૌ કોઈને ધ્યાન પોતાની તરફ ખેંચ્યું તે ઝીપર ડેનિમ્સ છે. આ સ્ટાઈલમાં પાછળની તરફ એક ઝીપર લાગેલી છે જે જોવામાં ખૂબ જ વિચિત્ર છે.

મહિલાઓ માટે રોમ્પર્સ આવ્યા તો પુરુષો માટે રોમ્ફિમ જેને કિકસ્ટારટર તરફથી ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યા. (૨૧.૯)

(9:38 am IST)