Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

મગજના ટયુમરને કારણે આ બાળક દિવસમાં ૧૭ કલાક હસતું રહે છે

લંડન તા ૨૯ : બાળક હસતુ હોય તો સોૈને ગમે, પણ ઇગ્લેન્ડના સમરસેટમાં રહેતા એડ યંગ નામના બાળકના હસવા પાછળનું કારણ જાણશો તો ખરેખર હલબલી જશો. એડ યંગ દિવસમાં ૧૭ કલાક સુધી હસતો હોય છે. તેના હસવાનું કારણ છે તેના મગજમાં આવેલું ટયુમર. તેના મગજમાં હાઇપોથેલેમિક હેમરટોમાં નામનું ટયુમર છે. એને કારણે તેના  મગજના ચોક્કસ ભાગ પર ખુેબ દબાણ આવે છે અને એેને કારણે તેને હસવાના હુમલા આવે છે. મગજ પરના ,પ્રેશરને  કારણે બાળક હસતું જ રહે છે. આ પ્રકારનું ટયુમર બે લાખ લોકોએ એકાદને થાય છે. જોકેએડ યંગ જેટલી ગંભીર અસરો ભાગ્યે જ દેખાય છે. પહેલી વાર હસવાની આ  તકલીફ એડને બે વર્ષ પહેલાં જોવા મળી હતી. તે સવારે ઉઠતો ત્યારે અચાનક હસવા લાગતો. એ પછી દિવસ દરમ્યાન પણ તેને અચાનક હસવાનો હુમલો આવી જતો. વગર કારણે છોકરો હસવા લાગતો એ જોઇને શરૂઆતમાં તો માને લાગતું કે દીકરો હસમુખો છે, પરંતુ તે કેમેય હસવાનું બંધ ન જ કરે ત્યારે માને ચિંતા થાય એ. સ્વભાવિક છે. શરૂઆતમાં છ મહિના તો તેનાી મમ્મીને લાગ્યું કે આવું તો બાળકોમાં સામાન્યહશે. જોકે હસવાના તબક્કામાં લંબાતા જતાં તે ડોકટર પાસે લઇ ગઇ. ઊંડી તપાસ અને ટેસ્ટ પછી ખબર પડી કે મગજની નાનકડી ગાંઠનું પ્રેશર વધવાને કારણે તેને વાઇના હુંમલા આવે છે જેમાં તે હસે છે. હવે ચાર વર્ષની ઉંમરે એડની આ તકલીફ એટલી વકરી છે કે તે ઉઠે અને ઊંઘે એ વચ્ચે ભાગ્યેજ જ થોડોક સમય એવો હોય છે જેમાં તે હસતો ન હોય

(3:35 pm IST)