Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

શું શિયાળામાં તમારા પણ હાથ-પગની આંગળીઓ સોજી જાય છે ?

શિયાળાની ઋતુ જ કંઈક એવી છે કે જે સારી તો લાગે છે પરંતુ, તે પોતાની  સાથે અનેક બિમારીઓ પણ લઈને આવે છે. ઠંડીના સીધા સંપર્કમાં આવતા જ શરીરની અમુક નસો સંકોચાઈ જાય છે. તેની સીધી અસર બ્લડ ર્સ્કુલેશન ઉપર પડે છે. જેનાથી હાથ-પગની આંગળીઓમાં સોજો આવી જાય છે. કેટલીક વાર સોજાની સાથે આંગળીઓમાં લાલાશ, બળતરા અને ખંજવાળ પણ થવા લાગે છે અને કેટલીકવાર તેમાં દુઃખાવો પણ થાય છે.

 ૪ ચમચી સરસોના તેલ અને ૧ ચમચી સેંધા લુણને મિકસ કરી ગરમ કરો. હવે તેને સૂતા પહેલા હાથ-પગની આંગળીઓ પર લગાવો અને મોજા પહેરીને સૂઈ જાવ.

 એન્ટી-બાયોટીક અને એન્ટી-સેપ્ટિક ગુણ હોવાના કારણે ડુંગળી પણ આંગળીઓમાં આવેલ સોજાને દૂર કરે છે. ડુંગળીના રસને સોજો આવેલ જગ્યાએ લગાવી, થોડીવાર માટે રહેવા દો. તેનાથી આરામ મળશે.

 લીંબુનો રસ પણ સોજો ઓછો કરવા માટે રામબાણ ઔષધિ છે. હાથ અથવા પગની આંગળીઓમાં સોજો આવતા લીંબુનો રસ લગાવો. તેનાથી રાહત મળશે.

 જૈતુનના તેલમાં અડધી ચમચી હળદર મિકસ કરી પ્રભાવિત જગ્યાએ લગાવો. તેનાથી સોજાની સાથે ખંજવાળ, દર્દ અને બળતરાથી પણ રાહત મળશે.

(9:45 am IST)