Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

લગ્ન માટે આ યુગલ પૂરનાં પાણીમાં લગભગ તરીને ચર્ચ પહોંચ્યું

વાવાઝોડાથી રોડ પર ઠેર-ઠેર કાદવ અને પૂરના પાણીનો ભરાવો થઈ ગયો હતોઃ આથી લગ્ન કરવા માટે વરઘોડો કાઢીને ચર્ચમાં જવા નીકળેલા યુગલને જબરી અગવડો વેઠવી પડી

જાકાર્તા, તા.૨૯: ફિલિપીન્સમાં આવેલા વાવાઝોડાને કારણે ત્યાંના અનેક વિસ્તારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. વાવાઝોડાથી રોડ પર ઠેર-ઠેર કાદવ અને પૂરના પાણીનો ભરાવો થઈ ગયો હતો. આથી લગ્ન કરવા માટે વરઘોડો કાઢીને ચર્ચમાં જવા નીકળેલા યુગલને જબરી અગવડો વેઠવી પડી. એવામાં ઘૂંટણસમા કાદવથી ભરેલા પાણીમાંથી રસ્તો કાઢીને જઈ રહેલા જાનૈયાઓના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.

રોનિલ ગેલિપા અને જેઝિએલ નામનું યુગલ લગ્ન માટે તૈયાર થયું હતું અને તેમને ભારે વરસાદ અને તોફાની હવા હોવા છતાં પોતાનાં લગ્ન મુલતવી ન રાખતાં કોઈ પણ હિસાબે ચર્ચમાં જઈને લગ્ન કરવાં જ હતાં. કપડાં ઊંચાં ચડાવીને કાદવવાળા પાણીમાં થઈને પણ તેઓ નીકળ્યાં. લગ્નવિધિ નિયત સમય કરતાં મોડી શરૂ થઈ હતી. લગ્ન બાદની પાર્ટી પણ ચર્ચની અંદર જ યોજવામાં આવી હતી.

(12:05 pm IST)
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST