Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

તમે આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરો છો? તો તમને...

સતત કોમ્પ્યુટર પર કામ કરવાથી સ્વાસ્થ્યની સાથે આંખો ઉપર પણ માઠી અસર પડી શકે છે. તેથી ખાણી-પીણીનું ખુબ જ ધ્યાન રાખવુ જોઈએ. કલાકો સુધી કોમ્પ્યુટર ઉપર કામ કર્યા બાદ પણ સ્વાસ્થ્યને સારૂ બનાવી રાખવા માટે આ આહારનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.

કોમ્પ્યુટર પર કામ કરવાથી આંખોને  પણ અસર થાય છે. તેથી તમારા ભોજનમાં લીલી કોથમીરનો જરૂર ઉપયોગ કરો. તેમાં કેરોટેનાઈડ હોય છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

તમે સતત કોમ્પ્યુટર પર બેસો છો તો તમારૂ વજન વધવાની સંભાવના રહે છે. તેથી તમારે ગ્રીન ટી પીવી જોઈએ. તેનાથી મેટાબોલિઝમ તેજ થાય છે, જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે.

કોમ્પ્યુટર કર કામ કરતી વખતે થાક ન લાગે તેના માટે દરરોજ દૂધ પીવુ જોઈએ. કારણ કે દૂધમાં પ્રોટીન હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.

દહીંમાં પ્રોબાયોટીકસ બેકટેરીયા હોય છે, જે પાચન પ્રક્રિયાને ઠીક કરવામાં મદદરૂપ છે. તેથી દરરોજ દહિંનું સેવન કરવું જોઈએ. તેનાથી ગેસની સમસ્યા થતી નથી.

(9:36 am IST)