Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ચોથા માળથી નીચે પડતા બાળકને માતાએ છલાંગ મારીને બચાવી લીધું

લંડન તા. ર૯: જયારે બાળકને બચાવવાની વાત આવે ત્યારે માતા કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે. કોલમ્બિયાના મેડલિનમાં એક માએ પણ એવી છલાંગ મારી કે એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વાત એમ છે કે માતા તેના બાળકને લઇને લિફટમાંથી ચોથા માળે બહાર આવે છે અને ઘરની બેલ વગાડે છે. ઘરનો દરવાજો ખૂલે ત્યાં સુધી બાળક આમ-તેમ રમવા જાય છે અને અને મા ફોનમાં વાત કરવામાં વ્યસ્ત હોય છે. નજીકમાં જ રેલિંગ છે જેની વચ્ચેના સળિયા તૂટી ગયા છે. બાળક કુતુહલવશ એની નજીક રમે છે. જોકે હજી માંડ ચાલતું થયેલું બાળક સંતુલન ગુમાવે છે અને તુટેલી રેલિંગમાંથી સરકે છે. લગભગ ત્રણ-ચાર ફૂટ દૂર ઉભેલી તેની માની નજર જતાં તે ડાયરેકટ છલાંગ મારે છે અને ઓલમોસ્ટ રેલિંગની બહાર સરકી ગયેલા બાળકોને પગ ઝાલી લે છે. એ પછી મા બીજા હાથમાંથી મોબાઇલ બાજુમાં મુકીને જાતને સંભાળે છે અને બન્ને હાથે બાળકને પકડીને ઉપર ખેંચી લે છે. આ આ ઘટનામાં બાળકને એક ઘસરકો પણ નથી લાગ્યો અને એ માટે માની ચપળતા જ જવાબદાર છે. સોશ્યલ મીડિયામાં આ વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે. તૂટેલી રેલિંગની જગ્યાએ એક મોટું બોકસ કરીને ટેમ્પરરી ફિકસ કરી દેવામાં આવી છે જેથી જયાં સુધી એ રિપેર ન થઇ જાય ત્યાં સુધી કોઇ બીજું મુશ્કેલીમાં ન મુકાય.

(4:11 pm IST)